Quotes by Rushil Dodiya in Bitesapp read free

Rushil Dodiya

Rushil Dodiya

@rushil.dodiya


જોયું હતું અમે કલાઈ સાથેનું એ યુદ્ધ
જે કલાઈએ ચઢ્યાં એ કંગન થઈ ગયા

ન ગઈ તો ન જ ગઈ એ કાળ રાત્રિ
દીવા કેટલાય અમારે આંગન થઈ ગયા

નહિ જ જાવ તમે આ દિલને છોડીને
તમને મનાવવા કેટલા સોગન થઈ ગયા

પ્રતિષ્ઠા વધી ગઈ કેટલી એ તો જુઓ
બુત રૂપે કેટલા ઈશ્વરના સર્જન થઈ ગયા

કેવી રીતે આપી હતી તમે રિહાઈ અમને
અમે આપથી છૂટયા તો બંધન થઈ ગયા

- Rushil

Read More

આંખમાં તરી આવે છે આંસુના આયના
દિલ જો તૂટી જાય તો ફરી જોડાય ના

સતત ચાલવું તો એનેય નથી ગમતું
એ પછી શું કરે જો ઠોકર ખાય ના

સુગંધને તો કોઈ સરનામા નથી હોતા
પણ એ જાય ક્યાં જો પવન વાય ના

પાંપણ બધો ભાર ઊંચકી લે છે એનો
અશ્રુઓના ક્યારેય વજન થાય ના

નમન કરી સૌ નીકળી જાય છે આગળ
એ ઈશ્વર છે એને પથ્થર કહેવાય ના

વીજળી પડી હશે એ પર કાળ તણી
જીવનનો માળો નહિતર વિખાય ના

કાલ નો ધોખો હજુ રહી ગયો છે
આજ મળવું હોય અને મળાય ના

- Rushil

Read More

એ તો રાખે છે મારા પ્રેમનો હિસાબ
ખબર નહિ બાદબાકી કરું કે વધારો

- Rushil

આ ગાલ પર જે તમારા ખંજન પડે છે
અમ આંખોમાં ફૂલોના અંજન પડે છે

એક વસ્તુ જાણવા જાવ અને દશ વસ્તુ જાણવા મળે એવું ય બને
તેથી તમારી ખોજ ચાલુ રાખો...

વિવિધતા લાવવી જ હોય તો પોતાના કામમાં લાવો
જીવનમાં વિવિધતા આપ મેળે આવી જશે

તમે જુઓ છો અરીસામાં ને
હું અરીસામાં તમને જોઉં છું

મારી દશાની દિશા ફરી ગઈ
દશે દિશામાં તમને જોઉં છું

કણ કણમાં હું તમને અને
રેસા રેસામાં તમને જોઉં છું

તમે કશામાં મને જુઓ છો
હુંય કશામાં તમને જોઉં છું

તમારો અંદાજ નિરાળો છે
દરેક છટામાં તમને જોઉં છું

- Rushil

Read More

વારે વારે મેં પૂછી લીધું પ્રેમ કરો છો ? પ્રેમ કરો છો ?
એક જ વારમાં એણે કહ્યું વ્હેમ કરો છો વ્હેમ કરો છો..

ઈશ્વરે મને તમારા સુધી તો પોહચાડી દીધા છે
હવે આગળ શું કરવું એ મારે જોવાનું છે

ના હશે તો પથ્થર થઈ જશે આ દિલ
હા હશે તો શું કરવું એ મારે જોવાનું છે

બાદબાકી થશે તો એક પાનું ઘટશે
ઉમેરો થશે તો આખી કિતાબ થઈ જશે
એ મારે જોવાનું છે

ફૂલ મને અપાવ્યા આપીને એ બાળકને
પછી કહી દીધું તારા માટે હતા ફોસલાવી બાળક ને

દૂર ક્યાંક તમે બેઠા છો ઝગડો લઈ પુરાણો
એક ધબકાર મારો રાખજો લઈ બાકીના ધબકારને
કહાની આપણી એક જ છે સમજી લો બસ સારને

- Rushil

Read More

શબ્દ તમારા માટે શબ્દનો મરોડ તમારા માટે
શાહીમાં ડૂબેલી કલમ તરબોળ તમારા માટે