Gujarati Quote in Religious by Gautam Patel

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુંગ-ભદ્રા 💧

વર્ષોથી દક્ષિણ ભારતમાં જાણીતી પૌરાણિક કથા છે કે એક
વખત અસુરો સમગ્ર પૃથ્વીનું અપહરણ કરી ગયા.
પાતાળલોકમાં તેને પૂરી દીધી. વિષ્ણુ મૃત્યુલોકના એટલે કે
પૃથ્વીના કર્તાહર્તા, માટે તેમણે પૃથ્વીને ઉગારવા તીક્ષ્ણ અને
લાંબા દંતશૂળ ધરાવતા જંગલી સૂવરનું રૂપ ધારણ કર્યું. દંતશૂળ
વડે તેમણે પાતાળ સુધીનું બોગદું કોતર્યું, અસુરોને હરાવ્યા.
અને પૃથ્વીને ઉગારી અંતે થાકીને તેઓ વરાહ પર્વતની ટોચે
વિસામો લેવા બેઠા. પૌરાણિક કથા મુજબ તેઓ પરસેવે રેબઝેબ હતા અને પ્રસ્વેદબિન્દુઓ તેમના ડાબા તથા જમણા દંતશૂળોના ટેરવે પહોંચી નીચે ડુંગરના ઢોળાવ પર ટપકતાં હતાં. આ રેલા થકી બે નદીઓ જન્મી. શરૂઆતમાં એકમેક કરતાં નોખી વહ્યા બાદ અંતે તેમનો મેળાપ થયો અને તેમનાં બબ્બે અક્ષરોનાં નામોને પણ લોકોએ જોડી દીધાં. ટૂંકમાં, સંયુક્ત નદી ચાર અક્ષરોવાળા નામે ઓળખાવા લાગી.
પૌરાણિક દંતકથા પ્રમાણે વિષ્ણુના ડાબા દંતશૂળે જે ટીપાં પાડ્યાં તેમના વડે તુંગ નદી બની.જમણા દંતશૂળનાં ટીપાં થકી ભદ્રા નદી જન્મી. બેઉના સંગમ પછી રચાયેલી તુંગભદ્રા છેવટે કૃષ્ણા નદીમાં ભળી. કૃષ્ણાની નોંધવાલાયક ખુબી એ કે પશ્ચિમ ઘાટમાં આવેલા તેના ઉદ્ભવ-સ્થાન અને પશ્ચિમના અરબી સમુદ્ર વચ્ચે ફક્ત ૬૪ કિલોમીટરનું અંતર હોવા છતાં તેણે પૂર્વમાં બંગાળના ઉપસાગર સુધી પહોંચવા ૧,૪૦૦ કિલોમીટર લાંબી યાત્રા ખેડવાનું પસંદ કર્યું.
https://www.facebook.com/share/p/19FaXbAbLo/

Gujarati Religious by Gautam Patel : 111976609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now