શિક્ષક : એટલું તું યાદ રાખજે
એટલું તું યાદ રાખજે..
કોઈ તને આવીને નહીં કહે કે...
હું છું બેટા તારા સાથે તું ચિંતા નહીં કર.
આટલું માત્ર માતાપિતા ના મોઢેથી સાંભળવા મળશે.
તો આજે અગર તું એકલો છે અને ઉદાસ અને નિરાશ બની ને જો એક ખૂણા માં બેસ્યો છે તો....
ઊભો થા અને અરીસા માં જો, અરીસા માં તને જે પ્રતિબંબ દેખાય છે ને!....
એજ માત્ર એક વ્યક્તિ છે જે તારા સાથે હંમેશા રહેવાનો છે કોઈ હોય કે પછી ના હોય.
એટલું તું યાદ રાખજે.. કે
સમય થી બળવાન કંઈજ નથી આ દુનિયામાં...માટે
ખરાબ સમય માં ક્યારે અનીતિ ના રસ્તે નહીં ચાલ્યો પડતો,
અને સારા સમય માં ક્યારે ઊંચગાઈ ની ખાણ માં નહીં પડી જતો...કેમ કે
સમય ની કદર જો તું નહીં કરે! તો સમય પણ તારા સાથે નહીં રહે..
એટલું તું યાદ રાખજે..
ભલે ને આખી દુનિયા સામે ઊભી હોય તારા આત્મવિશ્વાસ ને હણવા...
જરા પણ ડગમગતો નહીં...
જીવન માં અગર તને કોઈ હરાવી શકે છે કે તો એ માત્ર ને માત્ર તારું જાત છે.
તારી જાત જોડે કરેલો દગો તને પરાસ્ત કરી શકે છે.
એટલું તું યાદ રાખજે........એટલું તું યાદ રાખજે..