રાત્રે જાગતું ઘર
સૌને જાગવાનું મન
કોને કહું ને કોને ના કહું
સહુને જાગવાનું મન
રાત્રે જાગતું ઘર
@kaushik Dave
ઘરના બધા પોતપોતાનામાં મસ્ત
કહીએ સુવો, તો કહે થોડી વારે બસ
સૌને જાગવાનું મન
રાત્રે જાગતું ઘર
એક જુવે ટીવી પર સિરિયલ
ને બીજો મોબાઈલમાં મસ્ત
ત્રીજો નાનાની ધીરે બૂમ પડતી
મમ્મી,એક કપ ચા ની મસ્તી
પરીક્ષા આવી, માથું દુખે
બનાવો મમ્મી ચા આદુની મસ્ત
રાત્રે જાગવાનું મન
રાત્રે જાગતું ઘર
મમ્મી બિચારી આખો દિવસ થાકતી
ઝોકું આવે ને ચા ની બૂમ પડતી
હસતી હસતી એ રસોડામાં જતી
નથી લાગતો થાક, કુટુંબને પ્રેમ
ખુશહાલ રહેવા રાતે પણ જાગતી
કહીએ એને કે ઉંઘ નથી આવતી?
તો હસતા હસતા મોબાઈલ જોતી
મને પણ રાત્રે જાગવાનું મન
રાત્રે જાગતું ઘર
પછી ગૃહિણીને ક્યાંથી આવે ઉંઘ
ઘરના બધા એકબીજાને જોતા
પાછા મોબાઈલ ટીવીમાં મસ્ત
રાત્રે જાગવાનું મન
રાત્રે જાગતું ઘર
- કૌશિક દવે
- Kaushik Dave