Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પનામા નહેર 🇵🇦

ઉત્તર અને દક્ષિણ અમેરિકાને બે ભાગે વહેંચી નાખતી
તેમજ પ્રશાંત તથા એટલાન્ટિક મહાસાગરને જોડી દેતી ૮૦
પનામા નહેર છે. પનામા સ્વતંત્ર દેશ છે અને નહેર તેની સોંસરવી પસાર થાય છે, એટલે ભૌગોલિક રીતે નહેર પર તેનો અધિકાર હોવો જોઇએ. આમ છતાં ૧૯૦૩માં અમેરિકાએ તેના પર પોતાનો કબજો સ્થાપ્યો. જહાજો માટે નહેર જળમાર્ગ તરીકે ખુલ્લી મુકાવાને ત્યારે હજી વાર હતી. પહેલું જહાજ છેક ઑગસ્ટ ૧૫, ૧૯૧૪ની તારીખે પસાર થવાનું હતું.
અમેરિકાએ લગભગ ૩૪ કરોડ
ડૉલરના ખર્ચે નહેર બાંધી આપ્યા
પછી તેનો વહીવટ પોતાના હાથમાં
રાખવા માટે તેણે પનામા સરકારને
૧૯૦૩માં એક કરોડ ડૉલર ચૂકવ્યા.
ઉપરાંત વાર્ષિક ભાડા તરીકે બીજા
અઢી લાખ ડૉલર ચૂકવતા રહેવાની
બાંયધરી આપી. આ રકમ નવા
આઝાદ થયેલા પનામા માટે બહુ મોટી
હતી. જો કે અમેરિકાએ તો મગના
ભાવે મરી ખરીદ્યા હતા. નહેરમાંથી
પસાર થતાં જહાજો પોતાના વજન
પ્રમાણે વેરો ચૂકવે અને તે ૨કમ સીધી
અમેરિકાની તિજોરીમાં જાય, કારણ
કે સમજૂતી મુજબ નહેરનો વહીવટ
અમેરિકાને હસ્તક હતો. નહેરની બન્ને તરફ ૧,૪૨૫ ચોરસ
કિલોમીટરનો વિસ્તાર પર અમેરિકાની હકૂમત ચાલતી હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા વિરુદ્ધ સોવિયેત રશિયાનો
ઠંડો વિગ્રહ શરૂ થયો ત્યારે પનામા નહેરનું મહત્ત્વ વધ્યું. એક
મહાસાગરથી બીજા મહાસાગર તરફ અમેરિકાનાં યુદ્ધજહાજો
મુક્ત રીતે આવ-જા કરી શકે, પણ યુદ્ધ જેવી કટોકટી વખતે
અમેરિકા રશિયન જહાજો માટે નહેર બંધ કરી શકે તેમ હતું.
આ લશ્કરી લાભ જેવો તેવો ન હતો.
અમેરિકાની નીતિ સામ્રાજ્યવાદી હતી. એક સમજૂતી
ઠોકી બેસાડી તેણે નહેર ફરતેનો મોટો વિસ્તાર પોતાના નામે
કરાવી લીધો. પનામાની જનતામાં તે ‘સમજૂતી’ સામે વિરોધ
જાગ્યો અને હુલ્લડો ફાટી નીકળ્યાં.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid066JH9yesYAwwTxTKM9v42MwnLUCe4rJCADuJVEYhvG91esSMRPWjMEyMwKbLWg2Vl&id=61560554257417&mibextid=Nif5oz

Gujarati Blog by Gautam Patel : 111974093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now