શબ્દો પંગુ પૂરવાર થાય એ હરિ છે.
માનવમતિ જ્યાં મૂંઝાય એ હરિ છે.
ના વિશ્વાસ આવે આંખને જોવાથી
ગણતરી ઊંધી વળી જાય એ હરિ છે.
મનમંદિરે એ સૌના બિરાજે અવિરત,
ચરિત્ર જેનું ના સમજાય એ હરિ છે.
સંખ્યા નહિ પણ સત્વને જે સ્વીકારે,
ભક્તવત્સલતાથી બંધાય એ હરિ છે.
દુઃખી દેખીને દ્રવનારા દેવ દયાનિધિ,
નિજજન વિયોગે અકળાય એ હરિ છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.