માડી તારા માંડવે સઘળુ અર્પણ
શ્વાસે શ્વાસે માં તારા નામની સુવાસ
કોટી કોટી વંદન માં તુજને!
શબ્દોમાં ના વર્ણવી શકુ તારા ગુણગાન
શ્વાસે શ્વાસે માં તારો ધબકાર!
શરૂઆત મારી તું ને અંત પણ તું
અંતરના બારણે માં તારો જ રણકાર!
રહે હદયના ધબકારે માં તારું જ નામ
દિલથી કોટી કોટી વંદન માં તુજને!
જય માતાજી "પુષ્પ"
- Thakor Pushpaben Sorabji