અધૂરી આશા
પાણીમાં ઘોળો લાલ રંગ,
હૈયા ડોલાવતા ડી.જે.નો સંગ.
ચારે કોર ઉડતાં ગુલાલ,
પહેર્યા પીળાં વસ્ત્રો થયાં લાલ.
સહું ભાઇબંધ ઘરે આવ્યા,
મારા ભાઈને પકડી લાવ્યા.
બધાએ એને રંગે રંગી દીધો,
હોળી રમવા સાથે લીધો.
લાલ,લીલો,પીળો રંગ દીસે,
બધાં ભાઈબંધ ભેગા થયાં પીપળા નીચે.
હોળી રમવા ભાઇ-ભાભી બધાં થયાં સહભાગી,
રંગોથી દૂર રહી ગઈ હું એક અભાગી.
રંગોની રમઝટ જોઈ ખુશી મળી ઘડીભરની,
રહી ગઈ મારી અધુરી આશા હોળી રમવાની.
-- રવિના મોરાસિયા