ઈસ્લામાબાદ 🇵🇰
૧૯૬૦ના અરસામાં પાકિસ્તાનના રાજકારણમાં સિંધના
કરાંચીનો અને પંજાબના લાહોરનો પ્રભાવ ખૂબ વધી ગયો
હતો. ૧૯૫૮માં પાકિસ્તાનના સરમુખત્યાર બનેલા જનરલ
અયુબ ખાન પઠાણ હતા. સિંધીઓની તથા પંજાબીઓની
વગ તેમને કઠતી હતી. બેઉ કોમો પાસે ‘મની પાવર' હતો.
સિંધનું મુખ્ય શહેર પણ કરાંચી, એટલે ત્યાંના ઝુલ્ફિકાર
અલી ભુટ્ટો જેવા પૈસાદાર સિંધીઓ સરકારને નચાવતા હતા. ઉત્તરે નવાઝ શરીફ, અનવર પરવેઝ અને શાહિદ ખાન જેવા ધનવાન પંજાબીઓ સરકારને જંપવા દેતા ન હતા. આથી જનરલ અયુબ ખાને વધુ ઉત્તરે રાવલપિંડી પાસે નવું પાટનગર બંધાવવાનું નક્કી કર્યું.
જનરલ અયુબ ખાને નવું પાટનગર ઇસ્લામાબાદ બાંધવા
માટે ખ્યાતનામ ગ્રીક આર્કિટેક્ટ કોન્સ્ટેટિનોસ ડોક્સિઆડિસને
કોન્ટ્રાક્ટ આપ્યો. ૧૯૬૭માં બાંધકામ શરૂ કરાયું ત્યારે એ નવા
પાટનગરનું નામ શું રાખવું તે નક્કી ન હતું. અસલ નામ રામકુંડ હતું. ખોદકામ વખતે રામની, સીતાની અને હનુમાનની પ્રતિમાઓ મળી આવી, જેમનો અયુબ ખાને નાશ કરાવ્યો. પાટનગરના નામ અંગે સૂચનો મંગાવ્યાં. અમૃતસરના મૂળ વતની કાઝી અબ્દુર રહેમાને ઇસ્લામાબાદ નામ સૂચવ્યું. પાક સરકારે તે સ્વીકાર્યું અને રેહમાનને ઇસ્લામાબાદમાં જ અમુક ચોરસ મીટર જમીન ભેટ આપી.
https://www.facebook.com/share/p/1XJ9rsrsZx/