🙏🙏જીવન જીવવામાં જે મજા છે, તે મૃત્યુમાં કંઈ દેખાય છે.
મૃત્યુની રહી સફર પણ નામને કરેલ સફરમાં મજા ક્યાં દેખાય છે.
આજકાલ આપણે સમાચારપત્રો વાંચીએ અને તેમાં જોઈએ તો કોઈ એક પૃષ્ઠ ભાગ પર દરરોજ એકાદ બે આત્મહત્યા ની ખબરો છપાતી હોય છે અને ચમકતી પણ હોય છે.
ખરેખર શું મૃત્યુ જ દરેક સમસ્યાઓનું સમાધાન હોય છે? મૃત્યુ થી આપણી ઇરછાઓ જે આપણે ઇરછી હોય છે તે પુરી થઈ જવાની છે? કે પછી બધું જ સહીસલામત થઈ જવાનું છે? બસ શું એક મૃત્યુ થકી જ શાંતિ પ્રાપ્ત થાય છે?
આવા તો અઢળક પ્રશ્નો હોય છે. જેનો જવાબ જેને સંતોષપૂર્વક મળતો નથી કે પછી તે જવાબો થી જેને સંતોષ નથી તે લોકો અણસમજ થી ખરેખર મૃત્યુ ને વહાલું કરી લેતા હોય છે?
કોઇપણ જીવ છે તો જીવન છે. જીવન છે, તો તેને વ્યતિત કરવા માટે સંઘર્ષ તો કરવો જ પડે છે. સંઘર્ષમય જીવન જીવવું પણ એક કળા છે. જે દરેક વ્યક્તિ હસ્તગત કરી શક્તી નથી પરંતુ આ કળાને જે હસ્તગત કરી લે છે તે પછી જીવનમાં ગમેતેવી પરિસ્થિતિ આવે કદી પાછી પાણી પણ કરતાં નથી.
આપણે ટેલિવિઝન પર ડિસ્કવરી ચેનલ પર જોયું હશે કે જંગલમાં જીવન માટે જ દરેક પ્રાણી આફતો સામે ઝઝુમતા હોય છે.દરેક મુશ્કેલીઓનો તેમની આવડત મુજબ સામનો કરતા હોય છે.એક શિકારી પ્રાણી પણ પોતાના પેટનાં પોષણ માટે શિકાર કરવા ભાગતુ હોય છે તો ત્યાં શિકાર પણ પોતાના જીવના રક્ષણ અને સુરક્ષા માટે દોડીને બચવા માટે સંઘર્ષ કરતાં હોય છે.આ શું છે? તેમનું તો માણસ જેટલી વિચારશક્તિ નથી કે તે બોલી શકતા નથી છતાં પણ તેમને જીવનની કદર છે અને દરેક પ્રાણી જીવંત રહેવા માંગે છે તો પછી મનુષ્ય તો એક ઉત્તમ યોનિમાં જન્મ પામેલ સજીવ છે. આ માનવદેહ અનેક પુણ્યોના કર્મ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે.
આપણે આપણા આ મહામૂલો માનવદેહ મળ્યો છે. જે આપણે કોઈ એવાં કારણોસર આવેગમાં આવીને કે હતાશ થઈને ખોઈ બેસીએ છીએ જેનું સમાધાન જીવન છે. નહીં કે મૃત્યુ! કોઇપણ સમસ્યાનું સમાધાન મળે છે. જો તેનું શાંતચિત્તે મનન કે અધ્યયન કરવામાં આવે તો અચાનક બેબાકળા કે આવેગમાં આવીને લેવામાં આવતા નિર્ણયો નુકશાનકર્તા જ સાબિત થતાં હોય છે.🦚🦚