Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાકોરી ટ્રેન લૂંટ 🛤️

૧૯૧૯માં જલિયાંવાલા હત્યાકાંડ
પછી અંગ્રેજ હકૂમત સામે મેદાને પડેલા ગાંધીજીનો સત્યાગ્રહ
વેગ પકડવા લાગ્યો ત્યારે સંયુક્ત પ્રાંતોના (ઉત્તર પ્રદેશના)
ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ખાતે દેખાવકારોએ શાંતિમય
સરઘસ કાઢ્યું. ગાંધીજીએ સૂચવેલી અહિંસક લડતના ભાગરૂપે દેશમાં ઠેર ઠેર આવા દેખાવો યોજાતા હતા. ગાંધીજીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ‘એક વર્ષમાં આઝાદી’ના લક્ષ્ય સાથે ઓગસ્ટ ૧, ૧૯૨૦ના દિવસે અસહકારની જે રાષ્ટ્રીય ચળવળ શરૂ કરાવી તેમાં હિંસાને બાકાત રાખવાના આદેશને સૌ પ્રજાજનો અનુસરી રહ્યા હતા. દોઢેક વર્ષ સુધી શાંતિ જળવાયા પછી સંજોગોવશાત્ ચૌરી ચૌરામાં એ ક્રમ તૂટ્યો.
તારીખ ફેબ્રુઆરી ૫, ૧૯૨૨ હતી. અંગ્રેજો માટે ભાડાના
ટટ્ટૂ તરીકે ફરજ બજાવતા પુલિસદળના અમુક ભારતીય
કોન્સ્ટેબલોએ સરઘસ વચ્ચે દેખાવકારો સાથે દુર્વ્યવહાર
કર્યો, જેમાંથી મામલો વણસ્યો અને પુલિસે હવામાં ફાયરિંગ
ક૨વાને બદલે સરઘસના બે-ત્રણ જણાને ગોળી હુલાવી દીધી.
દેખાવકારોમાં મોટા ભાગના ખેડૂતો હતા. દેશબાંધવોની જ
વિરોધી એવી પુલિસ સામે આમેય તેમને આક્રોશ હતો, એટલે
તેઓ વિફર્યા અને કોન્સ્ટેબલો પર તૂટી પડ્યા. કોન્સ્ટેબલોએ
ભાગીને ચૌરી ચૌરાના પુલિસ સ્ટેશનમાં આશરો લીધો. ટોળાએ
તે બાંધકામને પૂળો ચાંપ્યો. આગથી બચવા જે પુલિસમેન બહાર નીકળવા ગયા તેમને દાંતરડાં થકી પાછા આગના હવાલે કરીદેવામાં આવ્યા. પુલિસદળના કુલ ૨૨ જણા ભડથું બન્યા.
આ ઘટનાએ ગાંધીજીને વ્યાકુળ કરી મૂક્યા. અહિંસક
ચળવળ કાબૂ બહાર ગયાનું સમજી તેમણે ફેબ્રુઆરી ૧૨,
૧૯૨૨ના રોજ બારડોલી ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની
બેઠક તાકીદે બોલાવી અને તેમાં અસહકારની ચળવળ પાછી
ખેંચી લેવાનો ઠરાવ પસાર કરાવ્યો. નિર્ણય અજુગતો
હતો. વિશાળ ભારતમાં એકાદ સ્થળે એકાદ ટોળું
હિંસાએ ચઢ્યું એટલા કારણસર દેશભરમાં અહિંસક ઢાંચાનું આંદોલન સમેટીઅંગ્રેજો પરનું દબાણ ખસેડી લેવું એ સમજદારીનું પગલું ન હતું. કોંગ્રેસના લગભગ બધા
સીનિઅર આગેવાનો હતોત્સાહ બન્યા. સુભાષચંદ્ર
બોઝે ગાંધીજીના ફેંસલાને ‘રાષ્ટ્રીય આપત્તિ’ ગણાવ્યો.
અસહકારની ઝુંબેશને આગળ ધરી ગાંધીજીએ એક
વર્ષમાં આઝાદી' એવું વચન
દેશવાસીઓને આપ્યું હતું. એક વર્ષ પૂરું થયાને સાડા પાંચ
મહિના વીતી ચૂક્યા. આઝાદીનો સૂર્યોદય થવાનાં ચિહ્નો ક્યાંય
દેખાતાં ન હતાં. હવે તો એ માટેનું આંદોલન પણ સ્થગિત કરી
દેવાયું હતું. અહિંસક સત્યાગ્રહ બદલ ભારતની સેંકડો જેલોમાં પૂરાયેલા આશરે ૪૦,૦૦૦ ક્રાંતિકારીઓ હતોત્સાહ થાય એસ્વાભાવિક વાત હતી. ગાંધીજીના નેતૃત્વ પર ભરોસો મૂકીતેઓ બળુકા અંગ્રેજો સામે શાંતિમય લડતે ચડ્યા હતા. કેટલાકેએ માટે નોકરી-ધંધાનો કે શાળા-કોલેજનો ત્યાગ કરવો પડ્યોહતો. કારાવાસમાં પુલિસના અમાનુષી જુલમો પણ વેઠ્યા હતા.
આઝાદી મળતી હોય તો ઓર વધુ ભોગ આપવામાં પણ તેમનેવાંધો ન હતો, પરંતુ ગાંધીજીએ કરેલી અણધારી પીછેહઠને લીધે તેમનાં અરમાનો પડી ભાંગ્યાં.
બીજી તરફ ગોરા હકૂમતખોરો તાનમાં આવ્યા. વાઇસરોય
લોર્ડ રીડિંગ અંગ્રેજ સત્તાને અટકાવી રહેલા ભારતીયો માટે
પદાર્થપાઠ જેવો દાખલો બેસાડવા માગતો હતો. આથી
ચૌરી ચૌરામાં પુલિસ કોન્સ્ટેબલોની હત્યાના આરોપસર જે
૧૯ જણાને ગિરફતાર કરાયા એ સૌને ગોરા ન્યાયાધીશે
મૃત્યુદંડ ફરમાવ્યો. વાઇસરોયના ફરમાન અનુસાર માર્ચ ૧૦,
૧૯૨૨ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે
ગાંધીજીની ધરપકડનું વોરન્ટ બજાવવામાં આવ્યું. બ્રિટિશરાજની અદાલતે તેમને છ વર્ષનો કારાવાસ ભોગવવા પુનાની યરવડા જેલમાં મોકલી આપ્યા. ગાંધીજીએ ચળવળનો સંકેલો કર્યા છતાં અંગ્રેજ શાસને પોતાની સત્તાનો દરેક ભારતવાસીને બરાબર અહેસાસ કરાવવા ખાતર તેમને કેદી બનાવ્યા. સ્વાભાવિક રીતે દેશભરના લોકોમાં હતાશાનું
વાતાવરણ ફરી વળ્યું.
આ ઘટનાક્રમના નતીજારૂપે બન્યું એવું કે કેટલાક નવલોહિયા ક્રાંતિકારોગાંધીજીએ ચીંધેલો અહિંસાનો માર્ગ તજી જુદા રસ્તે વળ્યા. શાંતિમય આંદોલન થકી સ્વરાજ મળે તેવાં એંધાણો દેખાતાં ન હતાં, એટલે નવલોહિયાઓ શસ્ત્રબળે આઝાદી
ખૂંચવી લેવા મેદાનમાં આવ્યા.
https://www.facebook.com/share/p/1XEbJDhfWd/

Gujarati Book-Review by Gautam Patel : 111969929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now