મારા લીધે કોઈના ચહેરા પર ઉદાસી ના આવે ,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
કોઈના ચહેરા પર હાસ્ય લાવવાનું નિમિત્ત બનું,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
કોઈની તકલીફના સમયમાં સહારો બની શકું,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
વિકટ હોય સંજોગો ત્યારે ધૈર્ય હું જાળવી શકું,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
અનીતિની કમાણી ભૂલથી પણ ક્યારેય લઉં નહિ,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
સદાચાર અને સંયમનો માર્ગ ક્યારેય ભટકું નહિ,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
સુખ અને સમૃદ્ધિમાં ક્યારેય છકુ નહિ,
એવી પ્રભુ તમને પ્રાર્થના.
અનિતી અને અત્યાચાર સામે ક્યારેય ઝુકુ નહિ,
એવી પ્રભુ તમને પ્રાર્થના.