આ સંસાર એક સાગર છે, અને એમાં જો આપણે
આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આપણી દિશા
ધ્યાનમાં રાખીને પ્રમાણિકતા સાથે આગળ
વધશું, તો આપણાં સંકટ સમયે પ્રભુ
આપણા માટે કોઈને કોઈ રૂપે લાઈફ જેકેટ
આપણા સુધી પહોંચાડશે, ને જે દિવસે
આપણે આપણી પ્રામાણિકતા છોડી,
એ દિવસે સૌથી પહેલાં તો આપણને
સાચી દિશા તરફ લઈ જતું હોકાયંત્ર કામ
કરતું બંધ થઈ જશે, ને ત્યારે આપણી ગતિ તો
આપણને યથાવત્ જ લાગશે,
પરંતુ સમય જતાં,
એ ગતિ આપણા માટે દિશા વિહીન સાબિત થશે.
- Shailesh Joshi