🌺મા ગંગા🌺
મુખકમળ કમાલ તારું,વારંવાર જળ ગંગાનુું પાયું છે,
અંબોડો જાણે હિમાલય ભાસે 'કૈલાસ' વારિ પાયું છે.
ખળ ખળ વહેતી'ગંગામૈયા',સેંથો પહાડોમાં પાડ્યો છે,
આહ્લાલાદક લાગે 'અલકનંદા' વળાંક ઘાટો આપ્યો છે.
કાળા ભમ્મર કેશ છે,ચોટલા નાગફણા શા રાખ્યા છે!
'માનસરોવર'માં મસ્તી કરતી કપાળે બિંદિયા લગાવી છે.
માછલી શી ચંચળ હસીના,'જાહન્વી' રૂપ ધરી ઉતરી છે,
ક્યાંક શાંત,ક્યાંક મધુર નાદધ્વનિ,આરતી શી નિસરી છે
ઋષિકેશ,હરિદ્વાર,પ્રયાગ,વારાણસી,નાથકાશી નીકળી છે.
'કાશીનાથ' કરો કલ્યાણ એનું 'ભાગીરથી' શરણે આવી છે.
'ઉત્તરકાશીની' માયા છોડી "દ્વારકા" એ ગોમતી કહેવાઈ છે,
નિર્મળજળ,પતિત પાવની કહેવાઇ માઁ ગંગા રટતી આવી છે.
બર્ફીલા પહાડ,અડાબીડ ઝાડીમાં એ કષ્ટ ઉઠાવતી આવી છે,
શુભ્રવસ્ત્રવારિધારિણી શારદા,યમુના,ગંગા સાગરે સમાઈ છે.
. - વાત્સલ્ય