જ્યાં વારે વારે નાની મોટી અને થોડી ઘણી કડવી માથાકૂટો થતી રહેતી હોવાં છતાં, એની આડઅસર પોતપોતાના કામ પર ન આવવા દે, અને એ બંને પૂરી જવાબદારી સાથે પોતાના ઘર અને પરિવાર પ્રત્યેની પોતપોતાની તમામ ફરજ નિભાવતા હોય, અને કાલે થયેલ ઝગડાની અસર બીજા દિવસે એમના વ્યવહારમાં ન આવવા દેતા હોય, એવા દંપતી સમાજ માટે આદર્શરૂપ છે, માટે
ઘર પરિવારમાં, અડોસ પડોસમાં, કે પછી મિત્ર વર્તુળમાં જ્યાં પણ આવું કોઈ દંપતી હોય, તો સુખી દાંપત્ય જીવન જીવવા માટે દરેક નવ દંપતીએ એમનું અનુકરણ કરવું જોઈએ.
- Shailesh Joshi