ક્ષણભંગુર જીવનમાં ગમતાંને ગ્રાહી લેવું કે મન ભરીને માણી લેવું એ જ સુખ છે તો, એ સુખનાં ચાર છાંટા માગવામાં છોછ શાનો? કોઈના હાજર હોવા માત્રથી જીવનની ગુણવત્તામાં ફર્ક પડતો હોય તો, સાથ મળશે કે કેમ એ પછીની વાત છે, પૂછી તો શકાય જ ને? જિંદગી અપરંપાર શક્યતાઓ સહિતની યાત્રા માત્ર છે એટલે બને કે વિધાતા રીજે અને તમે જે માગો છો એ મળે પણ ખરું અને જો ન મળે તો, ઈચ્છાઓના બળે જીવનના અંત સુધી સુખ તરફ ગમન કરતા આપણને વિધાતા પણ ન રોકી શકે, ખરું ને?
પ્રસ્તુત કવિતામાં આ ભાવ ઝીલાય અને તમે ભીંજાવ તો મને લખવાનું ભૂલશો નહીં.. 👇👇👇
https://swatisjournal.com/tame-varso-ho-raj-a-gujarati-poetry-by-swati-joshi