The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મહાગુજરાત નામની જનની બે મહામૂલા દીકરા જેવા બે અલગ રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત આપે એ દિવસ નાનો તો ન જ કહેવાય .. તો, આ અનોખા દિવસની અનેક શુભકામનાઓ! 💐🌟 ગુજરાત એટલે એ ધરતી કે જ્યાં આપણે “શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત…” ગાઈને ભગવાનને પણ પ્રેમપૂર્વક પડકારી શકીએ કે, “….તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” આખા નિબંધની ગરજ સારતાં આપણી ધરોહર જેવા દુહા જ આપણું ગુજરાત એટલે શું એ કહી દે છે કે, “નેક, ટેક ને ધરમની, અહીં પાણે પાણે વાત; સંત ને શૂરા નિપજાવતી, અમારી ધરતીની અમીરાત!”💝🎊🎉 સારું વાંચીએ, તેનો પ્રસાર કરીએ, બાળકોને એ વારસામાં આપીએ એ આપણી મૂળભૂત ફરજનો એક ભાગ છે. તો, આપ સૌ સુજ્ઞ વાચકોને ફરીથી એકવાર “ગુજરાત દિવસ”ની હાર્દિક શુભકામનાઓ! 🫰👇👇👇 https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat પરત લખશો તે મને ખૂબ ગમશે. ✍️🙏 - - - #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
એક હિન્દૂ સ્ત્રી તરીકે આજે મારા માટે 'All eyes on Pahalgam', "All eyes on Hindus" etc. જરૂરી નથી પણ હવે પછીથી હું બહુ ધ્યાનપૂર્વક "All eyes on Indian Muslims" રહે એ જોઇશ. પહેલગામની ઘટના બાદ, શિક્ષિત કે અશિક્ષિત એવા કેટલા 'ઇસ્લામિક ' લોકો છે જે આ ઘટનાને વખોડે છે અને આરોપીઓને સજા થાય તેવી માંગણી કરે છે, એ જોવાનું અને સમજવાનું રહેશે. આપણને સતત કહેવામાં આવે છે કે દેશમાં હિન્દૂ - મુસ્લિમ એવું કંઈ નથી બધું સાવ રાજનીતિ પ્રેરિત જ છે. આપણે પણ 'કોઈ પળોજણ ન જોઈએ' કે 'આપણે શા માટે કોઈ વિવાદિત વસ્તુમાં પોતાનો મત આપીએ', 'બધું મીડિયા જ ફેલાવે છે' વાળી માર્જારવૃત્તિ સાથે કમાવા અને આનંદ માણવાને જ જીવનનું મુખ્ય ધ્યેય ગણીને આગળ વધી રહ્યા છીએ ત્યારે, આવી ઘટનાઓ વડે આપણા બહેરા કાન પર થોડોએ આઘાત થાય છે કે નહીં એ ચકાસવાનો સમય પાકી ગયો છે. ચિંતા ન કરો, શંકા ન કરો, વાદ ન કરો, લડત ન આપો પણ શું પ્રશ્ન પણ ન કરો?? ભારતીય મુસ્લિમ ભાઈઓ અને બહેનો સરકારી યોજના હોય કે કાયદો દરેક જગ્યાએ સંવિધાન જાણતા એવા પ્રબુદ્ધ અને જાગરૂક નાગરિક તરીકે બોલવું એને પોતાનો અધિકાર/ફરજ સમજે છે ત્યારે, આજે શું એ આ એમના જ 'ભટકી ગયેલ (?)' ભાઈઓને કંઈ પૂછશે કે કહેશે ખરા?? એ પૂછે કે ન પૂછે, હું પૂછું છું.... 1. ભારત પ્રત્યે તમારી વફાદારીનું કોઈ પ્રમાણ ખરું? 2. લોકલ સપોર્ટ વિના આવા કૃત્યો પાર પડે ખરા?? 3. અમે તમારા પર વિશ્વાસ કરી શકીએ ખરા? 4. અમારી જેમ તમે એમને જાહેરમાં વખોડી અને સજા અપાવી શકો ખરા?? - - - #mamro #Charcha #consciouscharcha #PureHonesty #charchawithoutchai #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes
Good Evening! 🌅 સારાંશ - જે તમને તમારી નૈતિકતા સાથે સમાધાન કરવાનું કહે - તે ધર્મ નથી! સાચી શ્રદ્ધા ઉન્નતિનો માર્ગ અગ્રેસર કરે છે, ભ્રષ્ટતાનો નહીં. તે અંતરાત્માને મજબૂત બનાવે છે, કોઈના પર આધારિત નહીં. ધર્મ કે જે તમને તમારા મૂળભૂત મૂલ્યો કે સિદ્ધાંતો સાથે દગો કરવા માટે દબાણ કરે છે તે દેવત્વનો માર્ગ નથી. 💙 ✨ એવો કયો સિદ્ધાંત છે જેની સાથે તમે ક્યારેય સમાધાન નહીં કરો... મને લખશો ને ? 👇👇👇 - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સારું-ખરાબ, શુદ્ધ-અશુદ્ધ, પાપ-પુણ્ય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ જ રીતે, રામરૂપી પવિત્રતા અને રાવણરૂપી દુષ્ટતા એ પણ એક જ વ્યક્તિનાં મનનાં ભાવો છે.તમે કોને વ્યક્ત થવા દેશો એ તમારા પર નિર્ભર કરે છે.😇/👹 કવિતા પર આપના પ્રતિભાવો વિશેષ આવકાર્ય છે .. 👇👇👇 https://swatisjournal.com/ram-raavan પરત લખશો તે મને ખૂબ ગમશે. ✍️🙏 - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Good Evening! 🌅 સારાંશ - સંબંધોમાં રહેલ ગુણ - દોષ નાની તિરાડો સમાન છે જેમાંથી સત્યનો પ્રકાશ આપણા સુધી પહોંચી, આપણા સંબંધની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. કોઈ પણ સંબંધ દોષરહિત નથી હોતો. પરંતુ દરેક ભૂલ, દરેક મુશ્કેલી આપણને એકબીજાની વધુ સ્પષ્ટ ઓળખ આપે છે. અને આપણે એ સત્યને સ્વીકારીએ ત્યારે સંબંધોનો પાયો મજબૂત બને છે. વિચાર ગમ્યો હોય તો ચોક્કસ આગળ શેયર કરશો.. 👇👇👇 - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સામાન્ય રીતે સારું-નરસું એ દરેકનાં જીવનનો ક્રમ હોય જ છે અને તેમાં પોતાની જગ્યા કરી લઈ પોતાને માટે સારી પરિસ્થિતી સર્જવા માટે બધાએ મથતાં રહેવું પડે છે, મારા માટે એ “જીવન”ની વ્યાખ્યા છે. તમારી અલગ હોય શકે પરંતુ, કોઈ બીજાનાં (માનવ) જીવન વિશેનાં ખ્યાલોને આપણે સદ્ભાવનાનાં અંચળા હેઠળ વિક્ષિપ્ત ન કરીએ, તે માનવતા છે!! કોઈને તેમનાં વિશે કંઇ કહેવા કરતાં; તેઓ જે કહેવા માંગતા હોય એ સાંભળવું અને તે પણ કોઈ પ્રકારના અનુગ્રહ કે પૂર્વગ્રહ બાંધ્યા વિના, એ માણસ તરીકે બહુ મોટી સિધ્ધી કહેવાય... બરાબર ને? લેખ પર આપના અમૂલ્ય પ્રતિભાવો વિશેષ આવકાર્ય છે. 👇👇👇 https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k-na-kahie - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Good Morning! 🌅 સારાંશ - જીવન 'મરીએ નહીં ત્યાં સુધી' રાહ જોવાનું માટે નહીં પણ, 'હારીએ નહીં ત્યાં સુધી' પ્રયત્ન કરતા રહેવા માટે છે... તો ચાલો, ફરીથી એક સૂર્યોદય થઇ ગયો છે, નવો પ્રયત્ન શરુ કરીએ? ⏳👩🔧👨🔧 વધુ વાંચવા માટે ચોક્કસ મુલાકાત લેશો ...👇👇👇 https://swatisjournal.com/daily-quotes-week-four-december-2020 - - - #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
'પ્રમાણભાન ' નામનો એક બહુ કિંમતી શબ્દ લગભગ લુપ્ત થવા જઈ રહ્યો હોય એવી હાલત છે આજના સમાજની! જ્ઞાનને નામે પુષ્કળ દ્રશ્ય - શ્રાવ્ય માહિતીનો અતિરેક લોકોને શું અને કેવું વિચારવા પ્રેરી શકે તેની કોઈ સીમા નથી રહી. વ્યક્તિ તરીકે અન્યોન્ય ભક્તિભાવ દાખવી તરબોળ થતું માણસ જ ક્યારે કોઈ ઝેરીલી માનસિકતાને આદર્શ ગણી તેને જીવનમાં ઉતારી લેશે તેનું કોઈ માપ કે ખાતરી રહ્યા નથી. લાગણીઓના પ્રદર્શનથી લઈને લાગણીઓના ખંડનની કોઈ હદ નક્કી કરવામાં હવે જાણે કશું બાધક બનતું નથી. વધુ વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક પર મુલાકાત લેશો.. 👇👇👇 https://swatisjournal.com/small-story-monthly-tiny-story-gujarati-stories-july-2023 પરત લખશો તે મને ખૂબ ગમશે. ✍️🙏 - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Good morning! 🌅 સારાંશ - અનંતકાળ સુધી ટકી રહેનારા સંબંધોની શરૂઆત હળવી આંચ સાથે થાય છે; સમયની પરીક્ષાના તાપે તપી આગળ વધતાં એ અણિશુદ્વ પાર પડી છેવટે, અવિગત હૂંફમાં પરિણમે છે. - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Good evening! 🌇 સારાંશ - સંબંધો શોખથી બાંધેલા મકાન જેવા હોય છે. તેને પણ સતત જાળવણી, સમારકામ અને રીનોવેશનની જરૂર હોય છે. સંબંધો માત્ર બનાવીને આગળ વધી જઈ શકાતું નથી. તેના પર સતત કામ કર્યા કરવું પડે છે, જે તૂટે છે તેને જોડવું પડે છે. તેને સુંદર અને મજબૂત બનાવી રાખવા ખૂબ પ્રયત્નો કરવા પડે છે. - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser