અભયમનું વરદાન માંગીને આગળ વધ્યા હતા.
પણ પાંદડે પાંદડે વૃક્ષની ડાળી ફરવા લાગી હતી.
સાથ તારો એક પળ પણ નહીં છોડુ વચને બંધાયા હતા.
પણ ફૂલ પાણીની અછતમાં જીવવા મજબૂર બન્યા હતા.
શબ્દોનું મહત્વ અમૃત સમાન આપ્યું હતું.
વાક્યોની લાઈન સીધી કરવા દિવસો ટીંગાયા હતા.
હવાની ગતિએ જવાબ દોડતા આવતા હતા.
આજે સવાલો મરણ પથારી પર શ્વાસ ગણતા હતા.
મળવાની તલબ, જોવાની આશ ખુશી સાથે બાંધી હતી.
વેદનાના પ્રણયને અમૃત શબ્દ સાથે શ્વાસ લેવા હતા.
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹