Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથુરામ ગોડસે

ગાંધીજીની હત્યા થયાનાં આજે વર્ષો પછીયે નથુરામ
ગોડસે નામ કાને પડે ત્યારે પ્રતિભાવ તરીકે ઘણા ખરા
લોકોના મનમાં અણગમાનો ભાવ પેદા થાય છે. કોઇના
મનમાં અણગમો કદાચ તિરસ્કારનું સ્વરૂપ લે. રિએકશન
જલદ હોવું સ્વાભાવિક છે, કેમ કે નથુરામ ગોડસેનું વ્યક્તિત્વ
અમુક કારણોસર હંમેશાં અકળ રહ્યું છે. મહાત્માને ગોળીએ
દેનારની વિચારકોએ, વર્તમાનપત્રોએ તથા વિશ્લેષકોએ જે
ઓળખ સામુહિક રીતે આપી તે આજ સુધી કાયમ રહી છે.
જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ની સાંજે ગાંધીજીની હત્યા
થયાના બીજે જ દિવસે કેટલાક વર્તમાનપત્રોએ Gandhiji
Killed By Hindu Fanatic એવું કે પછી એવા મતલબનું મથાળું બાંધી જનતાને નથુરામ ગોડસેનો પરિચય આપી
દીધો. કાળી શાહી વડે ‘ધર્માંધ’ હિન્દુ તરીકેની બટ્ટા જેવી
મહોર લગાવી દીધી. અહિંસાના પૂજારીનો હત્યારો fanatic
જ હોય એ તેમનું સૌનું તારણ હતું. અદમ્ય વાંચનશોખ
ધરાવતા નથુરામ ગોડસેના વ્યક્તિત્વનું પહેલું અજાણ્યું પાસું
દિલ્લીના લાલ કિલ્લામાં અદાલતી ખટલો શરૂ થયો ત્યારે
બહાર આવ્યું. નથુરામે અદાલતને જણાવ્યું કે, ‘હું સૌને
ખાતરી કરાવવા માગતો હતો કે મેં જે કર્યું તે યોજનાપૂર્વકનું
કૃત્ય હતું. ક્ષણિક આવેશમાં હું તણાયો ન હતો. કોઇ એમ ન
કહી જાય કે મેં ભાગવાની કોશિશ કરી, એટલે પિસ્તોલ સાથે
જ પકડાવાનું મેં નક્કી કર્યું હતું.’
લાલ કિલ્લાની અદાલતે નથુરામ ગોડસે અને નારાયણ
આપ્ટે માટે ફાંસીની સજાનો ફેંસલો આપ્યાના કેટલાક મહિના
બાદ સિમલા ખાતે પંજાબ હાઇ કોર્ટમાં આખરી સુનાવણી
દરમ્યાન નથુરામનું વકતવ્ય તેમજ વ્યક્તિત્વ બન્ને ધાર્યા
બહારનાં નીવડ્યાં.
વિવેકાનંદ, ગોખલે, તિલક વગેરેનાં લખાણો મેં વાંચ્યાં
છે. વિશેષ કરીને તો વીર સાવરકરે તથા ગાંધીજીએ જે લખ્યું
અને કહ્યું તેનો અભ્યાસ કર્યા પછી મને લાગ્યું કે મારી પહેલી
ફરજ હિન્દુ લોકો પ્રત્યે છે. પરિણામે ૧૯૪૬ની આસપાસ
સુહરાવદીનાં આંખમિચામણાં નીચે જ્યારે નોઆખલીમાં
હિન્દુઓ પર અત્યાચારો થયા ત્યારે મારું લોહી ઉકળ્યું.
ગાંધીજી તેમની પ્રાથનાસભામાં સુહરાવદીને ‘શહીદ સાહેબ'
તરીકે બિરદાવતા હતા એટલું જ નહિ, પણ દિલ્લી આવ્યા
બાદ તેમણે હિન્દુ મંદિરમાં પ્રાર્થનાસભા યોજવાનું શરૂ કર્યું
હતું અને ભક્તોના વિરોધ છતાં એ મંદિરમાં તેઓ કુરાન
વાંચતા હતાં. અલબત્ત, મસ્જિદમાં ગીતા વાંચવાની હિંમત
તેઓ દાખવી શકે તેમ ન હતા. હિન્દુ લોકો સહિષ્ણુ, એટલે
તેમની લાગણીને પગ તળે કચડવામાં ગાંધીજી ખચકાતા ન
હતા. હિન્દુના આત્મગૌરવ પર ઘા થાય તો એ પણ અસહિષ્ણુબની શકે છે એટલું મારે ગાંધીજીને દેખાડી આપવું હતું....’
‘...અગિયાર કરોડ (હિન્દુ) લોકોએ એવા પ્રદેશમાંથી
તેમનાં ઘરબાર તજીને નીકળી આવવું પડ્યું છે કે જ્યાં
મુસ્લિમોની વસ્તી ચાર કરોડથી વધારે ન હતી. આ ભયંકર
અન્યાય થયા છતાં ગાંધીજીએ તૃષ્ટિકરણની
નીતિ ચાલુ રાખી, જેમાં છેલ્લે તેમણે પાકતરફી ઉપવાસ પણ
કર્યા ત્યારે મેં નક્કી કર્યું કે તેમનું અસ્તિત્વ તત્કાળ મિટાવી
દેવું જોઇએ...'
નથુરામ ગોડસેએ પંજાબ હાઇ કોર્ટમાં બીજું ઘણું બધું
કહ્યું. સુનાવણી વખતે હાજર રહેલા અમુક જણાને તો રડાવી
દીધા. આમ છતાં જનતાનો બહુમતી વર્ગ તેમને મહાત્માના
હત્યારા તરીકે જ ઓળખતો રહ્યો. Hindu Fanatic શબ્દોનો ધબ્બો અમીટ રહ્યો.
ડૉ. બાબાસાહેબ આમ્બેડકરનું તેમણે
ગાંધીહત્યા ના ૧૦ દિવસ પછી આપેલું નિવેદન
મારો પોતાનો મત છે કે મહાન માણસો મહાન હોય છે
તેમની વિરુદ્ધ સેવા દેશની પ્રગતિમાં ઘણી વખત અવરોધરૂપ છે.
ગાંધી આ દેશ માટે સકારાત્મક જોખમ બની ગયા હતા.
https://www.facebook.com/share/p/18kJ7z4DFM/

Gujarati Book-Review by Gautam Patel : 111967387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now