બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. સુરેખા ની અંતિમ યાત્રા માટેની,
સુનિલને કહેવામાં આવે છે કે હવે છેલ્લી વાર સુરેખા ના ચહેરાને તે જોઈ શકે છે પણ સુનિલ તો સુરેખા ના ચરણોના સ્પર્શથી પોતાના હાથમાં લઇ અને ચુંબન કરે છે અને કહે છે કે મને માફ કરી દેજે સુરેખા હું તારો મોટો અપરાધી છું મને માફ કરી દે જે નાની નાની ચાર ઢીંગલીઓ એક દસ વર્ષની એક સાત વર્ષની અને બે તો (જુડવા) ચાર વર્ષની રડી રહી હતી તેને સુરેખા પાસે જવું હતું ઘરના દીપક એટલે કે ચિરાગ માટે થઈ ડોક્ટરોની મનાઈ કરવા છતાં સુનિલના માતા-પિતાના દબાણ હેઠળ આજે સુરેખા ને ડિલિવરી સમયે જ મૃત્યુના ખોળામાં સુતા જોઈને સુનિલ તેના ચરણ સ્પર્શ કરે છે અને પોતાની ભૂલ ની માફી માગવા માટે પણ તે કદાચ તેના ચરણ સ્પર્શ કરે છે....
જય શ્રી કૃષ્ણ 🙏🏻
૧૨/૦૧/૨૪
શુક્રવાર