તો ઈતિહાસ અલગ હૉત 🇯🇵
બીજા વિશ્વયુદ્ધનો ઝડપી અંત લાવવા અમેરિકાએ
જાપાન પર બે અણુબોમ્બ ફેંકવાનો નિર્ણય લીધો. પહેલો
અણુબોમ્બ Little Boy નામનો હતો. અમેરિકાથી તેને
USS Indianapolis યુદ્ધજહાજ દ્વારા પ્રશાંત મહાસાગરમાં
આવેલા મરિઆના દ્વીપસમૂહના Tinian ટાપુ પર મોકલાયો,
જ્યાં નિષ્ણાતોએ તેના બાકી રહેતા પાર્ટસ જોડ્યા. બીજો
અણુબોમ્બ Fat Man પણ ગુપ્ત રીતે મરિઆના એરબેઝે
પહોંચાડવામાં આવ્યો. હિરોશિમા અને નાગાસાકી પર બન્ને
પરમાણુ બોમ્બ ફેંકી શકાયા તે અનુકૂળ રીતે ગોઠવાયેલા સંજોગોને આભારી હતું. પરિસ્થિતિમાં જરા
સરખો ફરક હોત તો હિરોશિમા
અને નાગાસાકી કમ સે કમ ત્યારે સલામત રહેવાનાં હતાં.
અમેરિકાનું મિશન ફેલ જવાનું હતું. કઇ બે નાનીશી બાબતોસ૨
જાપાનના નસીબનો પડિઓ કાણો રહ્યો
મરિઆના દ્વીપસમૂહના એરબેઝને ૪,૪૦૦ કિલોગ્રામનો
Little Boy અણુબોમ્બ પહોંચાડી USS Indianapolis
યુદ્ધજહાજે અમેરિકા તરફ વળતો પ્રવાસ શરૂ કર્યો ત્યારે
અધવચ્ચે જ તેની યાત્રાનો ગમખ્વાર રીતે છેડો આવ્યો.
જુલાઇ ૩૦, ૧૯૪૫ની મધરાતે જાપાની સબમરિને ટોરપિડો
વડે તેને ડૂબાવી દીધું. યુદ્ધજહાજમાં ૧,૨૦૦ નાવિકો હતા.
આમાંના ૩૦૦ જણા તો યુદ્ધજહાજ ભેગા જ જળસમાધિ
પામ્યા. બાકીના ૯૦૦ નાવિકો કુમક આવવાની આશાએ
જેમ તેમ કરી તોફાની સમુદ્રમાં તરતા રહ્યા. કુમકને બદલે
શાર્કનાં ટોળાં આવી પહોંચ્યાં, કેટલાય નાવિકોને કાપી ખાધા
અને ફક્ત ૩૧૭ જણા છેવટે જીવતા બચવા પામ્યા. (જુઓ
ચિત્ર). દુર્ઘટના USS Indianpolis ના વળતા પ્રવાસને
બદલે મરિઆના ટાપુ તરફની સફર વખતે બની હોત તો
અણુબોમ્બ Little Boy પણ સાગરતળિયે પહોંચી જાત અને
તે સંજોગોમાં હિરોશિમા સલામત રહેવાનું હતું. અમેરિકાના
બીજા અણુબોમ્બ Fat Man માટે જાપાનનું કોકુરા શહેર
નિશાન તરીકે નક્કી થયું હતું અને ત્યાં જો હવામાન ખરાબ
હોય તો વિકલ્પ નાગાસાકી હતું. આ અણુબોમ્બ સાથે ૨વાના
થયેલા B-29 બોમ્બરને કોકુરાના આકાશમાં સાચે જ ખરાબ
હવામાન નડ્યું. વાદળો ઘેરાયાં હતાં. વિમાન નાગાસાકી તરફ
વળ્યું. નાગાસાકી આકાશ પણ જો વાદળછાયું હોય તો B-29
બોમ્બરના કમાન્ડરે શું કરવાનું હતું? અણુબોમ્બને સમુદ્રમાં
પડતો મૂકવાનો હતો, કારણ કે તેનો ૪,૬૭૦ કિલોગ્રામ
જેટલો બોજો ખમીને B-29 વળતી લાંબી ખેપ કરી શકે તેમ
ન હતું. દુર્ભાગ્ય જાપાનનું કે હિરોશિમાનું આકાશ ચોખ્ખું હતું.
https://www.facebook.com/share/p/18faS9dYDF/