Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય : થોડું સમજી જા

એ સ્ત્રી તું પણ હવે થોડું સમજી જા.....
નથી લઈને રાખ્યો તે ઠેકો, બધું સરખું તને કરવાનું છે એવો.
કે હર સમયે તું જુકે....ને માફી માંગે ......એ પણ તારી ભૂલ ના હોય ત્યારે....
સબંધ તો બે તરફે હોય....જ્યાં એક માણસ સતત સબંધ સાચવે એણે સબંધ કહેવાય જ નહી.....
માટે કહું છું કે.... એ સ્ત્રી તું પણ હવે થોડું સમજી જા..

તારા સન્માન ને તું જાતે જાળવતા શીખ...
થોડું પોતાના માટે વિચારતા શીખ....
શીખ કે તું જ તારો રક્ષક છે કોઈ પણ પરિસથિતિમાં..
માન એ વાત ને કે તું અર્જુન છે અને તારા જીવન રૂપી આ રથ નો સારથી ઈશ્વર સદૈવ તારી સાથે છે.
માન એ વાત ને કે સમય સાથે સાથ છૂટશે, સબંધ છૂટશે....
છૂટશે એ પણ જે તારા હૃદય માં છે...
તૈયાર કર પોતાની જાત ને દરેક પરિસ્થિતિ માં થી બહાર આવવા માટે....
એ સ્ત્રી તું પણ હવે થોડું સમજી જા...

ના જવું જોઈએ ત્યાં, જ્યાં તારું સન્માન નથી જળવાતું..
થઈ જા એ લોકો થી દુર કે પછી કરી દે એ લોકો ને તારા થી દુર....
જે માત્ર ને માત્ર તારી આત્મીયતાનો ઉપાડે છે ફાયદો.....
નહી લેવાદે તારા સારા માણસ હોવાનો કોઈને પણ લાભ...
એ સ્ત્રી તું પણ હવે થોડું સમજી જા...

સમય બદલાઈ રહ્યો છે, માણસો બદલાઈ રહ્યાં છે...
સબંધો બદલાઈ રહ્યાં છે કે હવે થોડો તારે પણ પોતાની જાતને બદલવાનો સમય આવ્યો છે....
માટે કહું છું કે એ સ્ત્રી તું પણ હવે થોડું સમજી જા...
તું પણ હવે થોડું સમજી જા..

Gujarati Blog by Komal Mehta : 111965744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now