Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. તિબેટ ચીનનો નહિ ભારતનો ભાગ હોત 🇮🇳

ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું
ત્યારે તિબેટમાં અંગ્રેજોના વારસાહક્કો પણ ભારત સરકારને
આપોઆપ મળી ગયા, કેમ કે ‘બ્રિટિશ ભારત’ એ શબ્દપ્રયોગમાં
રહેલું ‘બ્રિટિશ’વિશેષણ નાબૂદ થયું હતું.
રાજધાની લ્હાસા ખાતેની એલચી કચેરી હવે ભારતની હતી. તિબેટમાં ગ્યાંગત્સે, યાતુંગ અને કારતોક એ નાની સાઇઝનાં નગરોમાં આવેલાં વ્યાપારીમથકો ત્યાર પછી ભારતીય હતાં. લશ્કરી છાવણીઓ પણ ભારતની હતી.
ટૂંકમાં, તિબેટનું વાલીપણું વડા પ્રધાન પંડિત
નેહરુના ભારતને મળ્યું હતું. આના માટે બીજી કશી વિધિ જરૂરી ન હતી, કારણ કે ૧૯૧૪માં બ્રિટિશરાજે
તિબેટ સાથે જે સમજૂતી કરી તેનો એક પક્ષકાર દેશ ભારત
હતો. ફરક માત્ર એટલો કે ભારત પર ત્યારે અંગ્રેજોનું શાસન
હતું. હવે શાસનનો અંત ભલે આવ્યો, પણ ભારત અને તિબેટ
વચ્ચે દ્વિપક્ષી સમજૂતી યથાવત્ હતી.
આજે પશ્ચાતાપનાં આંસુ જેના પર સારવાનાં થાય તે ગંભીર
ગફલત વડા પ્રધાન નેહરુએ કરી નાખી.
તિબેટને ‘બફર ઝોન’ તરીકે ચાલુ રાખવાનો ભારત માટે સરસ
મોકો હતો, કેમ કે ત્યાર પછી ચીનના અને ભારતના સીમાડા
વચ્ચે હંમેશ માટે સેંકડો કિલોમીટરનું સલામત અંતર જળવાય
તેમ હતું. ભવિષ્ય તરફ નજર દોડાવી ન શકતા નેહરુએ તે
મોકો ગુમાવ્યો. ભારતીય સૈનિકોને પાછા બોલાવી લીધા, કેમ
કે પારકા દેશમાં લશ્કરી હસ્તક્ષેપ કરવાનો તેમની દૃષ્ટિએ
શોભાસ્પદ ન હતું. દૃષ્ટિ વાસ્તવમાં લઘુદૃષ્ટિ હતી. તિબેટમાં
આપણા સૈનિકો તૈનાત રહે એની સામે ખુદ તિબેટને વાંધો ન
હોય તો હસ્તક્ષેપ થયાનો સવાલ કયાં રહ્યો?
https://www.facebook.com/share/p/19itetaF5A/

Gujarati Book-Review by Gautam Patel : 111964900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now