રૂબરૂ મલયા નથી પણ તારા
સાથ નો સહારો છે.
તને જોયો નથી તોય તારા જ
સ્વપ્ન સજાવયા છે
મંઝીલ તો દૂર છે જાણું છું
તારી ને મારી પણ..,
ખળખળ વહેતી નદી બની
સાગરમાં મારે ભળવું છે.
સતત સાથે રહેવું એ પ્રેમ નથી પણ
સતત ઝંખતા રહેવુ એ મારો પ્રેમ છે.
એકબીજા થી દૂર રહી એકબીજાના પ્રેમમાં
રહેવું એ મારો પ્રેમ છે.
બહુ જ નાની ઈચ્છાઓ છે મારી
લાગણીઓ પ્રેમ તણી..
જ્યાં પહેલા પણ તું ને આખરી પણ
તું જ એ મારો પ્રેમ છે.
અદભુત સફર તારો ને મારો જ્યાં એકબીજાના
પ્રેમ ભર્યા સાથ નો સહારો છે.
shital ⚘️