ઘણું બધું કહેવું છે
પણ સમય નથી હોતો,
ક્યારેક તારી પાસે
તો ક્યારેક મારી પાસે
સમય મળે છે તો અંતર ની વેદના વ્યક્ત નથી કરી શકતા...
કેવી આ વિટંબણા કે...
કહેવું છે ઘણું પણ
કહી નથી શકતા..
ક્યારેક સમય તો
ક્યારેક વાતાવરણ એવું સર્જાય કે
મનની વેદના બસ મનમાં જ રહી જાય
શું ક્યારેય કહીં શકાશે
આ મનની વાત..તારી અને મારી
કેટલીય વાતો....
- Bindu