Quotes by Jayesh Gandhi in Bitesapp read free

Jayesh Gandhi

Jayesh Gandhi Matrubharti Verified

@jayeshgndhyahoocoin
(7.9k)

મહેફિલમાં બધા સનમની વાતો લઈને આવ્યા છે,
સપનામાં કરેલી મીઠી મુલાકાતો લઈને આવ્યા છે,
કોઈ યાદ લઈને તો,કોઈ ફરિયાદ લઈને આવ્યા છે,
અમે જ વિરહમાં જાગેલી રાતો લઈને આવ્યા છે!
જયેશ ગાંધી "જલ"

Read More

શીર્ષક :નારી અસ્તિત્વ
અશક્ય લાચાર છે પાસે તારી,
સદીઓ થી સમય પર તું ભારી;
બધુજ તું કરે ને સઘળું તને આવડે
કિરદાર નોખા તારા નમસ્કાર હે નારી,
છે રાજ તારું સર્વ, થાય એનો ગર્વ;
એક સવાલ ખુંચે, હજી કશું ખૂટે.
તારું ઘર ક્યાં.?.તું બેઘર છે,
છે બે ઘર, છતાં બેઘર છે.;
કોઈ કૂવો પૂરે,કોઈ ખાય ઝેર
દુનિયા ને નારી સાથે કયું વેર?
હજુ કેટલી મરવા ની બાકી?
આ નર્ક માં આવવાની બાકી;
તે અવકાશે મૂક્યો પગ,
પણ રિવાજો થી બહાર ક્યારે?
ભાવના તારી દુઃખતી રગ,
તારા સપના નું સવાર ક્યારે?
હજુ પણ અગ્નિ પરીક્ષા આપીશ તું?
કે સતી થઈ ને ચિંતા માં કુદીશ તું.
હોય ઝાંસી ની રાણી કે સીતા,
કાયમ નો છે એજ સંઘર્ષ તારો,
અસ્તિત્વ ટકાવવાનો કે સાબિત કરવાનો..
જયેશ ગાંધી

Read More

આજ ના સત્ય વિચાર દૈનિક માં મારી રચના