સફળ થવું હોય
તો સફરની લંબાઈની તુ ચિંતા ના કર,
ને સફરમાં તારી સાથે એવું પણ થશે,
ને પાછું એક વાર નહીં,
અસંખ્યવાર થશે કે, આ સફળતા
છેક તારા હાથમાં આવવાની
તૈયારીમાં હશે, ને પાછી
હાથતાળી આપીને
છટકી પણ જશે,
એની પણ તું ચિંતા ન કર.
તું તો બસ એટલું જ યાદ રાખ કે,
તારી સામે ગમે તેવી પ્રતિકૂળ
પરિસ્થિતિ ઉભી થાય, તારે તો ફક્ત
એ છટકી જતી સફળતાને
હંફાવવાની છે, તારે નથી હાંફવાનું,
બસ ખાલી આટલું ધ્યાનમાં રાખી,
એક ચિત્ત થઈને તું ખાલી એની
પાછળ પડ, બાકી કોઈ ચિંતા ન કર.