રેતીના મહેલો હું બનાવી શકું ,
વિશ્વાસે તારા જીવન ગુજારી શકું,
એકલતા હવે મનની દૂર થઈ ગઈ છે,
પ્રિય ,આ મન માં ,તુજ ને,સમાવી શકું,
આઇના માં નીરખું છું હું મારા જ ચહેરાને ,
છતાં , તું જ ને એમાં નિહાળી શકુ ,
અભણ જેવી જ રહી છુ , કાયમ ફરીદા,
નિજ પાઠ પ્રેમના, સર્વને ભણાવી શકું ,
કહું છું બસ તુજને જ ,તુજને જ પ્રિયે,
તુજથી વધી ને,હું કોને ચાહી શકું?