પ્રેમ એ રાધા કૃષ્ણ નો ત્યારે સમજાશે,
કે જ્યારે નિસ્વાર્થ રીતે કોઈ ને હૃદયસ્થ કર્યા હશે;
વિરહ એ રાધા જી ને કૃષ્ણ નો પણ ત્યારે સમજાશે કે,
હકીકત માં જીવન માં જ્યારે કોઈ પ્રિય થી દૂર રહી અશ્રુ વહ્યા હશે;
જરૂરી નથી કે દરેક સ્નેહી અતિ પ્રિય હોય,
પરંતુ કોઈ તો આ ખાલી ખોડિય માં
શ્વાસ ફૂંકી જીવન બની ચૂક્યા હશે;
અમથી નથી વાગતી એ વાંસળી સૂરીલી,
રાધા જી જ્યારે શ્રી કૃષ્ણ નો શ્વાસ બન્યા હશે ;
એટલે જ તો શ્રી કૃષ્ણ ખુદ વાંસળી બની,
રાધા જી પવન રૂપે તેમાં વહ્યા હશે;❤️