ભૂતકાળમાં અટવાયેલાને વર્તમાનની રાહ છે ગીતા,
જે થઈ રહ્યું છે એમાં ખુશ રહેવાની ચાહ છે ગીતા.
સતત ભેગું કરવાની લાલચમાં ફસાયેલા માનવીને,
અંતે તો એકલા જવાનું છે એ મંઝિલ દેખાડે છે ગીતા.
નષ્ટ થયું એ ક્યાં તમારું હતું જે રડી રહ્યા છો,
ગયું એ તમારુ હતું જ નહીં એ સ્વીકારની બાથ છે ગીતા. જે આજે તમારું છે એ કાલે બીજા કોઈનું હશે,
કશું જ સ્થાયી નથી એ પરિવર્તન સમજાવે છે ગીતા.
ના બળે છે ના પલળે છે ના આત્મા કોઈ થી મરે છે,
મૃત્યુનો ડર સાવ નાહકનો છે એ બળ આપે છે ગીતા.
મૃત્યુ એ અંત નહિ પરંતુ નવા જીવનની શરૂઆત છે,
ભગવાન જ આશરો એજ વિસામો આપે છે ગીતા.
શું સમજ્યા ગીતા શું છે??
કળીયુગમાં ભટકતા મનનો અવાજ છે ગીતા..
મનની ભાવનાને ઈશ્વરમાં અલોપ કરવાનો સાર છે ગીતા.
.RV👑
🙏 સર્વેને ગીતા જયંતી ની હાર્દિક શુભકામના🙏