ધાર કે મારે સ્મૃતિઓની ક્ષણો વહેંચવી હોય તો,
કંઈ કેટલીયે અખૂટ એવી વાતો વહેંચવી હોય તો.
જૂનું ઘરને એની ગલીયોમાં મારેલા કેટલાય આંટા,
એ મિત્રો સાથે ઘરઘત્તા, સંતાકૂકડી ને કુદેલા દોરડાં.
સાથે રમતાં, પડતાં, આખડતાં મોટાં થવાની મજા,
મુગ્ધાવસ્થામાં ગમી ગયેલું કોઈ અજાણ્યું જણ.
ને પછી એના પગલે પગલે સુંદર થયેલું આખું જગ,
એ પોતાનાં સુંદર હોવા વિશે થયેલી પ્રથમ જાણ.
ને પછી ધીરે ધીરે ઠરેલ થઈ સમજવા મથતી હું,
આમ કંઈ કેટલીયે વાતો અંકાયેલી સ્મૃતિ પટ પર.
એ ક્ષણો વહેંચીને જાણે ફરી એ સમયમાં જતી હું.