Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોંકણ રેલવે 🚂🚋🚃🚋🚃🚋🚃

અમેરિકામાં ઉત્તરનાં રાજ્યો અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે
એપ્રિલ, ૧૮૬૧માં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે ઉત્તરનાં
રાજ્યોને કપાસની ખેંચ પડવા લાગી. કપાસનાં મોટા ભાગનાં
ખેતરો દક્ષિણનાં રાજ્યોમાં હતાં. બ્રિટિશ શાસન હેઠળના
ભારતમાં દક્ષિણી પ્રદેશો કપાસનાં વૃંદાવનો, તેથી અંગ્રેજોએ
ભારતીય ખેતમૂજોનો પરિશ્રમ વટાવી ખાવાનું નક્કી કર્યું.
મુંબઇ સુધી કપાસની ગાંસડીઓ લાવવાનું કઠિન હતું, કેમ
કાળમીંઢ પશ્ચિમ ઘાટ મોટી આડશ હતો. દરિયાકિનારે શોર્ટ
કટ મળે, પણ ખાડી, પર્વતો, ખીણો વગેરેને પાર કરી શકાય
તેમ ન હતા. પરિણામે અમેરિકામાં લોહિયાળ આંતરવિગ્રહ
શરૂ થયાના ત્રીજે જ વર્ષે (૧૮૬૩માં) મતલબી અંગ્રેજોએ
સહ્યાદ્રિ શિખરશૃંખલામાં ખાંચો પાડવા ભોર ઘાટનું ભગી૨થ
કામ શરૂ કરાવ્યું, પણ અંગ્રેજો તે પૂરું કરી શક્યા નહિ તેમણે રેલ્વેપ્રોજેક્ટ ને દીવાસ્વપ્ન ગણાવ્યો.
જેણે ૨૪,૦૦૦ ભારતીય મજૂરોનો ભોગ લીધો. તેને ભારતીયોએ કોંકણ રેલવે
નામે સાકાર કરી બતાવ્યું છે.
રેલવે એન્જિનિયરીંગના ક્ષેત્રે કોંકણ રેલવે વિશ્વભરમાં બેમિસાલ કહેવાય છે.
મુંબઇથી ૭૪૧ કિલોમીટર છેટેના મેંગલુરુ સુધી લંબાતી કોંકણ રેલવેનો માર્ગ એન્જિનિયરીંગની દૃષ્ટિએ અગ્નિપથ જેવો લેખાય, કેમ કે સમતળ ભૂપૃષ્ઠ ક્યાંય નથી. ભૌગોલિક ઢાંચો ખાંચા ખૂંચી વડે અંકિત છે.
એક દાખલોઃ પર્વતની
આરપાર બોગદું કરાય તો સામો છેડો જ્યાં નીકળે ત્યાં ખીણ
હોય છે, માટે ત્યાં પુલ બાંધવાનો રહે છે અને પુલ જ્યાં પૂરો
થાય ત્યાં વળી સામો પર્વત આડશ રચે છે. ભારતીયોએ માત્ર
સાત વર્ષમાં બાંધી નાખેલી કોંકણ રેલવે ૯૨ બોગદાં, ૧૭૪
મોટા પુલો તથા ૧,૬૭૯ નાના પુલો અને ૬૭ સ્ટેશનો ધરાવે છે.
સૌથી લાંબું બોગદું करबुडे. 6.5 કિલોમીટરનું છે. રેલવેલાઇન
૧૪૬ નદીઓને પાર કરે છે. પનવેલ નદી પરનો viaduct (પુલ) તો ૬૪ મીટ૨ ઊંચો અને ૪૨૪ મીટર લાંબો છે.

https://www.facebook.com/share/p/1F6QDpwknK/

Gujarati Blog by Gautam Patel : 111961691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now