Gujarati Quote in Poem by Rajendra Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વડવો વડ

છે ઊભો, બની વટવૃક્ષ ગામ ગાંદરે,
કરું યાદ, ગામ તો પહેલાં એ સાંભરે.
લાગતાં જેને સંગ હોળી-ધૂળેટીનાં રંગ,
થાય દિવાળી ટાણે દિવડાથી ઝગમગ.
ગામલોકની લેતો ખબર-અંતરને રાય,
વટેમાર્ગુ માટે આશ્રય જેની શીતળ છાય.
જેની વડવાઈએ હિંચકે હિંચતુ બાળપણ,
સમી સાંજે અનુભવ નિચોડતું ઘડપણ.
છે એતો પશુ-પંખીઓનું આશ્રયસ્થાન,
છે અડીખમ રાખી વસંત-પાનખરનું માન.
દીકરીને વિદાયવેળા દેતો આશીર્વાદ,
નવવધૂને દેતો સ્નેહથી આવકાર સહર્ષ.
મલકાય દીકરાની જતી જોઈ જાન,
હરખાય જોઈ જમાઇ કેરા મહેમાન. 
થતો ગામના સુખદુઃખમાં ભાગીદાર,
મુખી કહો કે કહો એને જાગીરદાર.
કહીએ છીએ આપણે જેને ઘેઘૂર વડલો,
પણ, છે એ તો ગામનો મોભાદાર 'વડવો'.
                         રાજેન્દ્ર ચૌહાણ......

Gujarati Poem by Rajendra Chauhan : 111961423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now