એક હતું મારું સપના નું ઘર
એમાં હતી તું અને તારી વાતો
એ વાતોનો હું બંધાણી, તારી આંખની ઝલકમાં
હું જોતો મારું એક સપના નું ઘર.
સપનું તો હતું કે વસાવીશ તારી સાથે ઘર
પણ એ સપના ના ઘરનો દરવાજો કર્યો તે બંધ, એક હતું મારું સપના નું ઘર..!
ઈચ્છા તો હતી કે એ દરવાજો તોડી વસાવું ઘર,
પણ તારા શબ્દો આગળ મારા સપનાઓ એ માની હાર,
એક હતું મારું સપના નું ઘર....