તમે જાતને ઓળખી જાણો તો માનું.
તમે અજાણ્યાનું કદી તાણો તો માનું.
કરી જુઓ કામ બેચાર માનવતાનાને,
તોય અહમ હૈયે ના કદી આણો તો માનું.
સુખ મેળવવા તો સૌ ભેગા થયા અહીં,
તમે દુઃખને હસતે મુખેથી માણો તો માનું.
નાતજાતની વાત મૂકો; માનવ છીએ સૌ,
તમે જનમાં જનાર્દન પિછાણો તો માનું.
સૌ આખરે મનુના સંતાનો છીએ કેમ ભૂલો,
તમે માનવતાની રાખો ઓળખાણો તો માનું.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.