પડ્યું જ્યાં વેકેશન ત્યાં તો વતન કોર દોટ મૂકી.
થયુંને ઇચ્છાશમન ત્યાં તો વતન કોર દોટ મૂકી.
રોજરોજ મને સાદ આવતો ગામના ચોરા તણો,
થયું મંદિરમાં નમન ત્યાં તો વતન કોર દોટ મૂકી.
ગોખીગોખી યાદ રાખીને મગજની કઢી થૈ જાણે,
રખે આનંદ આગમન ત્યાં તો વતન કોર દોટ મૂકી.
યાદ આવતા માતપિતાને કુટુંબને મિત્રો મારા હતા,
ઓળખીતા જનેજન ત્યાં તો વતન કોર દોટ મૂકી.
બાળપણ બોલાવી રહ્યું શકે મને યાદ કરીકરીને,
સાંભર્યાં એ આપ્તજન ત્યાં તો વતન કોર દોટ મૂકી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.