આતંકવાદે જ્યારે હદ વટાવી
શીખોની પુષ્કળ વસ્તી ધરાવતું કેનેડા ખાલિસ્તાની ચળવળનું મુખ્ય કેન્દ્ર હતું. પંજાબમાં વૉરંટ નીકળ્યા પછી ગુપચુપ સરકી
જતા આતંકખોરો તેમજ આંદોલનકારોને કેનેડામાં ધાર્મિક શીખો દ્વારા આશ્રય મળી રહેતો હતો. ઇન્ડિયન
એરલાઇન્સનાં પેસેન્જર વિમાનોનું ૧૯૮૧ અને ૧૯૮૨ માં એમ બે વખત હાઇજેકિંગ કર્યા બાદ હવે ખાલિસ્તાની જૂથો વિશેષ મોટું ષડયંત્ર રચે એવી પૂરી વકી હતી. ઇન્ટેલિજન્સના
રિપૉર્ટ મુજબ વહેલુંમોડું કશુંક અઘટિત બનવાનું હતું.
ટોરોન્ટો એરપોર્ટ પર બોઈંગ-747 ‘કનિષ્ક’ માટે કરાયેલો સલામતીનો
કડક બંદોબસ્ત એ દહેશતને આભારી હતો. એર-ઇન્ડિયાના દરેક જમ્બો જેટ માટે ટોરોન્ટો અને મોન્ટ્રિઅલ એરપોર્ટ પર
સુરક્ષાની આવી જ સંગીન વ્યવસ્થા હતી. ભારત અને કેનેડા વચ્ચે આવ-જા કરનારા ભારતવંશી લોકોનો હવાઈ ટ્રાફિક જોતાં એર-ઇન્ડિયાના મેનેજમેન્ટે ઑક્ટોબર, ૧૯૮૪માં સૌ
પ્રથમ મોન્ટ્રિઅલ વિમાની-મથકને દિલ્હી તેમજ મુંબઇ સાથે
વિમાનમાર્ગે જોડ્યું હતું. થોડા મહિના બાદ ટોરોન્ટોને પણ એ૨ સર્વિસના મેપ પર લાવી દીધું હતું
લંબાઇમાં ૭૦ મીટરનું અને
૬૦ મીટરના વ્યાપની પાંખો
ધરાવતું ‘કનિષ્ક’ ટોરોન્ટોના
રન-વે પર દોટ મૂકીને આકાશમાં ચડ્યું. ટોરોન્ટોથી કેનેડાનો મોન્ટ્રિઅલ અને ત્યાર બાદ વાયા લંડન અને દિલ્હી થતાં મુંબઇ સુધીનો લાંબો પ્રવાસ ખેડવાનો હતો. વિમાનમાં બેઠેલા
લગભગ સવા ત્રણસો જણાના દુર્ભાગ્યે ‘કનિષ્ક’ તેના મુકામે પહોંચી શકવાનું ન હતું, કેમ કે માલસામાનના ફાલકામાં ટીક્ ટીક્ કર્યે રાખતો ટાઇમ બોમ્બ તેમની આખરી ઘડીઓ ગણી રહ્યો
હતો. હવાઇ તવારીખના સૌથી ગમખ્વાર આતંકવાદી કૃત્યનો તરખાટ મચવામાં જૂજ કલાકો બાકી હતા અને હોનારતનો આઘાત જગતભરને હચમચાવી
દેવાનો હતો.
https://www.facebook.com/share/p/14EctX6sSp/