શીખ સમુદાય અને કેનેડા
પંજાબમાં જાલંધરની ભાગોળ નજીક તલ્હાન સાહેબજી
નામે ઓળખાતું શીખોનું ગુરુદ્વારા છે. શીખો માટે સર્વાધિક મહિમા અમૃતસરના હરમન્દિર સાહેબ ગુરુદ્વારાનો છે.
આનંદપુર સાહેબનો, તખ્ત શ્રી પટણા સાહેબનો, હેમકુંડ
સાહેબનો અને પાકિસ્તાનના નાનકાના સાહેબનો પણ
મહિમા ઘણો, પણ તલ્તાન સાહેબ ગુરુદ્વારા જુદું તરી આવે છે.
આ ગુરુદ્વારાનું નામ હવાઇ જહાજ સાહેબ પાડી દેવામાં
આવ્યું છે, કેમ કે દેશભરમાંથી ઘણા શીખો કેનેડા જવાની મહેચ્છા પૂરી થાય તે આશાએ તલ્હાન સાહેબની મુલાકાત લેવા આવે છે. ખાલી હાથે આવતા નથી. રમકડાનું પેસેન્જ૨ જેટ (સાધારણ રીતે બોઈંગ-747 જમ્બો જેટ) તેમની પાસે હોય
છે, જે તેઓ ગુરુદ્વારાને અર્પણ કરે છે. જીભ પર ‘વાહેગુરુજી'નું રટણ હોય અને મનમાં પ્રાર્થના કરતા રહે કે વાહેગુરુ તેમને બાય પ્લેન કેનેડા પહોંચાડી દો
દિવસ પૂરો.થયે બધાં વિમાનો બાળકોમાં ‘પ્રસાદ’ તરીકે વહેંચી દેવાય છે.
દુનિયાના પોણા બસ્સો જેટલા અન્ય દેશોને પડતા મૂકી
ફક્ત કેનેડા શા માટે? પ્રશ્નનો ટૂંકો જવાબ એ કે કેનેડા સાથે શીખોને બહુ જૂની લેણાદેણી છે. લાંબા જવાબ માટે ઇતિહાસ તપાસવાનો રહે છે, જેની બિછાત પણ ૧૨૫ વર્ષ જેટલી છે.
શીખો પહેલીવાર કેનેડાના સંપર્કમાં આવ્યા તે વર્ષ ૧૮૯૭નું હતું. ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ ગાદી તપાવ્યાને ૬૦ વર્ષ પૂરાં કર્યાં એ નિમિત્તે ડાયમન્ડ જ્યુબિલિના મહોત્સવની રોનક વધારવા અશ્વારોહી શીખ લાન્સર્સ ટુકડીએ તેમજ શીખ પાયદળે ઈંગ્લેન્ડની મુલાકાત લીધી હતી.
વળતા પ્રવાસ વખતે એ શીખ ફૌજીઓની સ્ટીમર કેનેડાના પશ્ચિમ કાંઠે વેનકુવર બંદરે રોકાણ કર્યું.
બે વર્ષ પછી ૧૮૯૯માં આવો બીજો પ્રસંગ બન્યો. હોંગ
કોંગમાં ફરજ બજાવતી શીખ રેજિમેન્ટના સૈનિકોને વેનકુવર ખાતે ડ્યૂટી પર લગાડવામાં આવ્યા, જ્યાં તેમનો પડાવ લાંબા સમયનો રહ્યો. કેનેડાનો સારો એવો પરિચય તેમને મળ્યો. રાણી વિક્ટોરિયા ૧૯૦૧માં મૃત્યુ પામી, એટલે ત્યાર પછીના વર્ષે એડવર્ડ ૭ માના રાજ્યાભિષેક વખતે પરેડમાં ભાગ લેવા આદેશાનુસાર તે શીખ રેજિમેન્ટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો. કેટલાક સમય બાદ એ શીખો વાયા હોંગ કોંગ ભારત પાછા ફર્યા ત્યારે પંજાબમાં લાગતા-.વળગતાઓ સમક્ષ તેમણે કેનેડાનું મનોહારી.વર્ણન કર્યું. કેનેડાના બ્રિટિશ કોલમ્બિઆ પ્રાંતની
આબોહવા ખુશનુમા હોવાનું અને જમીન ફળદ્રુપ
હોવાનું જણાવ્યું. વિવરણ મઘલાળ પેદા કરે એવું
હતું. ચુંબકીય વાત એ કે કેનેડામાં પૈસો કમાવા માટે
પુષ્કળ તકો હતી. દરિયાપારનો તે દેશ પંજાબના
અમુક શીખોને માટે ચિત્તચોર બન્યો.
https://www.facebook.com/share/p/15UqLoLxhK/