પ્રેમ પીરસતી પીરસતી જાણે કે આવે દિવાળી.
સ્નેહોને સ્હેજે પરખતી જાણે કે આવે દિવાળી.
મનદુઃખ, મનભેદને મતમતાંરોને એકબાજુ મૂકી,
નવલાં વરસને આવકારતી જાણે કે આવે દિવાળી.
વાતવાતે ઘવાતું અહં વ્યવહારને દૂષિત કરનારું,
દુર્ગુણો મબલખ દફનાવતી જાણે કે આવે દિવાળી.
સંપ, સાથ, સહકાર, સૌજન્ય, સહનશીલતાને,
ડગલેને પગલે શિખવાડતી જાણે કે આવે દિવાળી.
ગતવર્ષનો હિસાબ અટપટો મળે યા ન પણ મળે,
ચોખ્ખા ચોપડા લખાવતી જાણે કે આવે દિવાળી.
નિરાશા, નિષ્ફળતા,નિસ્સારતાને નશ્વરતા નહીં,
સૂત્રો સફળતાનાં સમજાવતી જાણે કે આવે દિવાળી
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.