તારા અનમોલ નામ માત્ર થી જ ,
મારા ચેહરા પર સ્મિત રેલાય છે
તને દિલ થી યાદ કરું અને ,
મારી આંખમાં અનેરો આનંદ છલકાય છે
તારા કરેલા મેસેજ માત્ર થી જ ,
મારા મોબાઈલનો લોક ખુલે છે
તને પહેલીવાર પ્રપોઝ કરું અને ,
મારા કાને હા ની હાકલ સંભળાય છે
તારા શણગારેલા શ્રીંગાર માત્ર થી જ ,
મારા હૈયામાં યૌવન છલકાય છે
તને ગરબે રમતી જોવ અને ,
મારા જીવનની સંગાથી મને ઝૂમતી લાગે છે
તારા પ્રેમ થી કહેલા શબ્દો માત્ર થી જ ,
મારા હૈયાને હાશકારો થાય છે
તને અડધી રાતે કોલ કરું અને ,
મારા માટે તું મને જાગતી લાગે છે
તારા વિરહના વિચાર માત્ર થી જ ,
મારી આંખ માંથી આસું ઝરે છે
તને ભૂલવાની કોશિશ કરું અને ,
મારા શરીરની આત્મા મને જતી લાગે છે ...
~ જય