પરમપિતા પરમેશ હું વંદન કરું.
કરીને પ્રાર્થના હેતથી નમન કરું.
રામરૂપે બિરાજતા ધનુષધારીને,
કૃષ્ણરૂપે શોભતા ચક્રધારીને.
ભાવભંડરો ઉરમાં મબલખ ભરું,
પરમપિતા પરમેશ હું વંદન કરું....1
હણી દ્રૃષ્ટો સજજ્નોને રક્ષતા,
અભય સર્વદા ભક્તોને બક્ષતા.
ન જાણું હું શું ખોટુંને શું ખરું ?
પરમપિતા પરમેશ હું વંદન કરું...2
શરણાગત જાણીને સ્વીકારજો,
ભવજળમાં ડૂબતાને ઉગારજો.
પળેપળે સ્મરણ તમારું હું કરું,
પરમપિતા પરમેશ હું વંદન કરું...3
અંતર તમે વાંચી લેજો અવધપતિ,
માનવ છું, આપજોને સન્મતિ.
નામસ્મરણના વહેણમાં હું તો તરું,
પરમપિતા પરમેશ હું વંદન કરું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.