Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*``` *નલપાક* ```*

જુગટું ખેલ્યાને કારણે દુઃખના ડુંગરા જેમના પર તૂટી પડ્યા
એ નલની અને તેની પત્ની દમયંતીની કથા જાણીતી છે. નલ અગ્નિ વગ૨ ભોજન રાંધી શકતો એ વાતને કથામાં ખાસ
મહત્ત્વ અપાયું નથી. કથા વર્ણવતાં કેટલાંક આલેખનોમાં તો તેનો ઉલ્લેખ પણ નથી. ઉપરાંત અગ્નિ વગર રંધાયેલું ભોજન સામાન્ય રીતે મીઠાઇ હોય એ બિલકુલ જણાવાયું નથી.
અગ્નિ વગર જે મીઠાઇ
પકાવવામાં આવે તેને નલપાક કહે છે. મહારાજા નલના
સન્માનમાં તે નામ રખાયું છે. ઓડિશાના જગન્નાથ પુરી
મંદિરના રસોડામાં આજેય નલપાક બનાવાય છે. કુલ ૩૨
કક્ષોમાં વહેંચાયેલા રસોડામાં આમ તો ૨૪૦ ચૂલાઓ છે અને ૫૦૦ નિપૂણ
પાકશાસ્ત્રીઓ તેમના પર ભક્તો માટે મહાપ્રસાદ રાંધે છે. અંદાજે ૧,૦૦,૦૦૦
ભક્તોમાં મહાપ્રસાદ વહેંચાય તે પહેલાં લક્ષ્મીજીને નૈવેધ ચડાવવામાં આવે છે. આ
રસોડામાં અગ્નિ કદી ઠારવામાં આવતો નથી. એકાદ ચૂલો તો હંમેશાં સળગતો રાખવાનો ધારો છે.
નલપાક બનાવવાનો ચૂલો પણ જ્વાળા કાઢે છે, છતાં એમ કહી શકાય કે એ મીઠાઇ
રાંધવા માટે અગ્નિનો ખપ પડતો નથી. ઉડિઆ ભાષામાં
સૌરા કહેવાતો પાકશાસ્ત્રી માટીના એક પાત્ર પર બીજું અને બીજા પર ત્રીજું એમ ઉત્તરોત્તર નાના કદનાં પાંચ-છ પાત્રો ગોઠવે છે. ટોચનું પાત્ર
નલપાક માટેનું હોય છે. છેક નીચેના અગ્નિથી તે પાત્ર ખાસ્સું છેટું રહે છે. જ્વાળા અને તેના વચ્ચે સ્પર્શ થવાનો તો પ્રશ્ન જ નથી. વાનગી રાંધવા માટે ગરમી તો જોઇએ, એટલે પ્રશ્ન
એ રહે કે નલપાક રંધાય છે કેવી રીતે?
જવાબ તરીકે વિજ્ઞાન: ઉષ્મા /heat ત્રણ રીતે ટ્રાન્સફર થાય છે. એક રીત radiation / ઉષ્મા વિકિરણ છે, પરંતુ
નલપાક પૂરતી તેને ધ્યાનમાં લેવાની થતી નથી. નલપાકને લગતી રીત માટે અભિસરણ
શબ્દ છે. અહીં જ્વાળાને લીધે ગરમ થયેલી હવા ઉપર ચડે છે અને ઉપરની ઠંડી હવા તેનું સ્થાન લેવા નીચે આવે છે. ગરમ હવાનું ઉપર તરફ અને ઠંડી હવાનું નીચે તરફ અભિસરણ થાય છે.
એક વૈજ્ઞાનિક નિયમઃ પાણીનું
ઉત્કલન બિન્દુ તેના ઉપર થતા દબાણ મુજબ વધુ કે ઓછું હોય છે. માઉન્ટ
એવરેસ્ટ પર હવાનું દબાણ સાવ ઓછું, માટે ત્યાં પાણી નોર્મલ ૧૦૦ ને બદલે ૬૮° સેલ્શિયસે ઉકળવા માંડે છે. સાગરસપાટીથી ખૂબ નીચેના Dead Sea મૃત સમુદ્રે ઉત્કલન બિન્દુ ૧૦૫ સેલ્શિયસ છે.
જગન્નાથ પુરી મંદિરમાં નલપાક બનાવવા પાત્રો એક ઉપર એક ગોઠવેલા હોય છે. આથી છેક નીચેનું પાત્ર ખૂબ દબાણમાં રહે છે. અંદરનું પાણી સખત ગરમ થાય છે. પાણીએ ગરમ કરેલી હવા ઉપરના પાત્રને હસ્તાંતરિત થાય છે અને નીચેનું પાત્ર ગરમી ગુમાવી સહેજ ઠંડું પડે છે. આ રીતે એક પછી એક પાત્રના માધ્યમ દ્વારા ચૂલાની ગરમી છેક ટોચના પાત્ર સુધી પહોંચે છે, જેમાંનું આંધણ (નલપાક) સૌ પહેલાં રંધાય છે -વગર દેવતાએ
https://www.facebook.com/share/p/be4DkXy9MYUUmQiZ/

Gujarati Microfiction by Gautam Patel : 111954793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now