દીવો થઈ બળ્યો હું,સૂરજ થવાને ખાતર
ખુદથી જ ખુદ લડ્યો હું,પોરસ થવાને ખાતર
ઉઠ્યો-દોડ્યો-પડ્યો હું, મંઝીલને ખુંદવા ખાતર
તરસ્યું હરણ રહ્યો હું, ઝાંઝવાના જળની ખાતર
છું છલકાતો સાગર,સાકીના સરંજામ ખાતર
ને એકાંતે પડઘાતો કૂવો, હૃદયના અંજામ ખાતર
આંખોમાં ઘેરાતો વરસાદ હું,લાગણીની હેલી ખાતર
ને છું લાલઘુમ ત્યાં જ હું, દગાની દફતરી ખાતર
હતો કાયદો જ્યાં જંગલનો,સાવજ થવાને ખાતર
એ બારણે જઈ ચડ્યો હું,ગોરજ થવાને ખાતર
- નિર્મિત ઠક્કર (૧૬/૧૦/૨૦૨૪)