Quotes by Nayana Viradiya in Bitesapp read free

Nayana Viradiya

Nayana Viradiya Matrubharti Verified

@nayanaviradiya2652
(2k)

"અમુક સંબંધમાં સમય અને ઉર્જા આપવા જેવું ન લાગતું હોય, તો તેને એક સલામત અંતરે રાખીને નિભાવી શકાય, જેમાં ચર્ચા કે ચડભડને અવકાશ ન રહે અને તે છતાં સંબંધ કપાઈ ન જાય.."
🍁 *શુભ સવાર*🍁

Read More

"શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ શક્ય છે જ્યારે તે ફરજ પાડવાને બદલે પ્રેરણા આપે. માણસો પ્રેરિત થઈને જેટલું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, તેટલું દબાણ હેઠળ નથી કરતા. એટલા માટે, ઉદાહરણરૂપ બનવા પ્રયત્ન કરવો જોઈએ.."
🍁 *શુભ સવાર*🍁

Read More

"જીવનમાં વસ્તુઓ નહીં અનુભવો એકઠા કરશો તો સ્ટોરેજની સમસ્યા નહીં થાય.આપણે જીવન દરમિયાન ઘણી ચીજવસ્તુઓ એકઠી કરીએ છીએ.પણ જીવન જીવવા માટે જરૂરી અનુભવો છોડી દઈએ છીએ.."
🍁 *શુભ સવાર*🍁

Read More

જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી,
દરેકને તમે સમજાવી નહીં શકો અને દરેક તમને સમજી નહી શકે...

Good Morning 🌞

_*सिर्फ शब्दों से ना करना*_
_*किसी के वजूद की पहचान,*_

_*हर कोई उतना कह नहीं पाता...*_
_*जितना समझता और महसूस करता है..!*_

*Good Morning 🌞*

Read More

मज़ाक और पैसा काफ़ी सोच समझकर उड़ाना चाहिए,
वरना बुरे दिन शुरू होने में देर नहीं लगती...!

Good Morning 🌞

➖➖➖➖➖➖➖➖➖➖
"જન્મ થવા પર વહેંચાતી મીઠાઈથી શરૂ થતી આ જિંદગીની રમત શ્રાદ્ધના દૂધપાક અને ખીર પર આવીને પૂરી થાય છે.પણ દુર્ભાગ્ય તો એ છે કે માણસ આ બંને વખતની મીઠાઈ પોતે નથી ખાઈ શકતો છતાં પણ બધું મારુ જ છે ના ભ્રમમાં જિંદગી જીવે છે!"
🍁 *શુભ સવાર*🍁
➖➖➖➖➖➖➖➖➖➖
"જિંદગીમાં કંઇ પણ કરતી વખતે અવઢવમાં ન રહો. સ્પષ્ટ રહો. અસમંજસ માણસને સતત દ્વિધામાં રાખે છે. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પણ વધુ પડતો સમય પણ ન લો.સમયસર લીધેલાં નિર્ણયો જ નિર્ણાયક હોય છે.."
🍁 *શુભ સવાર*🍁
➖➖➖➖➖➖➖➖➖➖
"શ્રી કૃષ્ણએ કહ્યું હતુ કે, પોતાના અધિકાર પર અવશ્ય લડો,પણ જેની પર તમારો હક નથી એનો મોહ ન કરતા, મોહ મહાભારતનું સર્જન કરશે. અણહકનું લેવાની ઈચ્છા એટલે જે છે તે ગુમાવવાની શરૂઆત.."
🍁 *શુભ સવાર*🍁
➖➖➖➖➖➖➖➖➖➖

Read More

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

"આપણે ઘણી વખત અજાણ્યા સામે શક્તિશાળી દેખાવવા માટે પોતાના લોકોને હર્ટ કરી બેસતા હોય છીએ. તમને એ ખબર હોવી જોઇએ કે, તમારા માટે કોણ મહત્ત્વનું છે.."
🍁 *શુભ સવાર*🍁

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

"પોતે જે ધાર્યું હોય એ કરી છૂટવા માટે ઘણી બધી બાબતોથી મુક્ત રહેવું પડતું હોય છે. જેનામાં આવી આવડત છે એ જ પોતાની મંઝિલ સરળતા અને સહજતાથી પામી શકે છે..."
🍁 *શુભ સવાર*🍁

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

"તમારી ઈચ્છા મુજબ વર્તન કરતા તમને કોઈ કદાચ રોકી ન શકે.પણ તમને પોતાને તો ખ્યાલ હોવો જ જોઈએ કે તમે શું કરી રહ્યા છો? અને તમારા વર્તનના પ્રત્યાઘાત કેવા હોઈ શકે?"
🍁 *શુભ સવાર*🍁

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

Read More