નારાજ થઈને ક્યાં જવું?
મનથી માન્યા હો ને હૈંયે વસાવ્યા હો એને કહેવાય નૈ કશું…
તો નારાજ થઈને ક્યાં જવું?
વાતો કરતા વિવાદ તો થાય,
એને મન પર કદી ના લેવાય.
મનની વાતો ને મનમાં ના રાખીયે,
એતો મન ખોલીને કહેવાય.
અંતરે રહીએ તોયે અંતરમાં વસવું,
તો નારાજ થઈને ક્યાં જવું?
લાગણીઓ વાવીએ ને લાગણીઓ લણીએ,
માંગણીઓથી અળગા રહેવુ.
મીઠો હો ઝઘડો તો હકથી રીસાવું,
ને પછી એટલાં જ હકથી મનાવવું.
મનદુઃખને ભૂલીને છે દિલમાં ઊતરવું,
તો નારાજ થઈને ક્યાં જવું?
નારાજ થઈને ક્યાં જવું?
મનથી માન્યા હો ને હૈંયે વસાવ્યા હો એને કહેવાય નૈ કશું…
તો નારાજ થઈને ક્યાં જવું?
દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”