મને મારા જીવનમાં આગળ વધવાનો માર્ગ તો
એ લોકોએ જ બતાવ્યો છે કે, જે લોકોએ
હું એમનાથી આગળ ન નીકળી જાઉં
એનું મારા ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે
હા હમણાં તમને ભલે એમ લાગતું હોય કે
મને બગાસું ખાતાં પતાસું મળ્યું છે,
બાકી એતો હું જ જાણું છું કે,
અહીં સુધીનું જીવન મે
કેવી રીતે કાપ્યું છે ? જ્યાં સુધી
આપણાં જીવનમાં ઈર્ષ્યા કરવાવાળા
આપણને નીચું દેખાડવાવાળા
આપણને એકલો લાચાર કે ડીપેન્ડેડ
બનાવવાવાળા આપણાં જીવનમાં
નહીં આવે, ત્યાં સુધી આપણું સફળ થવું,
જીવનમાં આગળ આવવું અશક્ય છે.