કાપ્યું અંતર મિલો સુધી સાથમાં,
હાથ છતાં પકડવા પણ નથી દેતી,
પડી છે આદત તમારી કહી મને એ,
બે વાયદાઓ પ્રેમના કરવા પણ નથી દેતી...
જોઉં છું સપના તારા કહી મને ભોળવી જશે એ,
પછી તોડીને દિલ મારું બે આંસુડાં પાડવા પણ નથી દેતી..
માંગુ હું સદા તમને જ કહેતી પરણી જશે એ,
દેવદાસ બનાવી મને પ્રેમ એક તરફો કરવા પણ નથી દેતી..
- નિલેશ ટાંક