પ્લેટિનમ* PLATINUM
પોર્ટુગીઝોની જેમ સ્પેનિયાર્ડો 16મી તથા 17મી સદીમાં
દક્ષિણ અને મધ્ય અમેરિકા પહોંચ્યા અને ત્યાંની મૂળ
વતની પ્રજાનો નાદિરશાહી રીતે સંહાર કરી લાખો ચોરસ
કિલોમીટરમાં ફેલાયેલા પ્રદેશના કબજેદાર બન્યા. હકૂમત
સ્થાપ્યા પછી ત્યાંની ખનિજસમૃદ્ધિ લૂંટવાનું તેમણે શરુ કર્યુ.
બેહિસાબ સોનું, ચાંદી તથા નીલમ-માણેક જેવાં કિંમતી રત્નો હાથ લાગ્યાં. ખનિજસમૃદ્ધિ કલ્પનાતીત હતી. સોનું-ચાંદી તો સેંકડો મેટ્રિક ટન જેટલા હતાં. આ મૂલ્યવાન ખનિજો galleon
પ્રકારનાં વહાણોમાં ખડકી
સ્પેન મોકલવાનો દોર
વર્ષો સુધી ચાલ્યો. એક
સ્પેનિશ ટુકડીને વર્તમાન
કોલમ્બિઆના પ્રદેશમાં
Platino del Pinto
નામે ઓળખાતી નદીનાં
તટપ્રદેશમાં ખોદકામ કર્યા
પછી સોનાનો વિપુલ જથ્થો
મળી આવ્યો. સોનામાં
કેટલાક રૂપેરી કણો ભળેલા
હતા. સોનાના શુદ્ધિકરણની કાર્યવાહી દરમિયાન સ્પેનિયાર્ડોએ તે કણોને અલગ તારવ્યા અને તે હલકી ક્વૉલિટીની ચાંદીના હોવાનું તેમણે ધાર્યુ. વધુ ખોદકામ બાદ કણોને બદલે રૂપેરી ધાતુના ગઠ્ઠા પણ હાથ લાગ્યા. આ ધાતુ તેમને મન નકામી હતી. આમ છતાં કેટલોક પુરવઠો સ્પેન મોકલવામાં આવ્યો,
જ્યાં ઝવેરાતનો ધંધો કરતા લોકોએ જોયું કે સોનામાં એ ધાતુ સરસ રીતે ભળી જતી હતી. સોનાની ચમકમાં કશો ફરક પડતો ન હતો, માટે ઝવેરીઓ સોનામાં તેની મિલાવટ કરવા લાગ્યા. આ ધાતુનો પુષ્કળ જથ્થો તેમણે આયાત કર્યો.
ભેળસેળની પ્રવૃતિ હદપાર જવા માંડી ત્યારે સ્પેનના રાજાએ તે રૂપેરી ધાતુનો તમામ જથ્થો પોતાના સૈનિકો દ્વારા જપ્ત કરાવ્યો અને સમુદ્રમાં નખાવી દીધો. વર્ષો પછી Antonio de Ulloa નામના સાયન્ટિસ્ટે પરીક્ષણ દ્વારા શોધી કાઢ્યું કે રૂપેરી ધાતુ હલકી ક્વૉલિટીની ચાંદી ન હતી.
સદંતર જુદી હતી. આજે સોના કરતાંય વધારે ભાવે
વેચાતી એ ધાતું
પ્લેટિનમ હતી. આ નામ એટલા
માટે અપાયું કે તેનો પ્રથમ નમૂનો કોલમ્બિયાની પ્લેટિનો-દેલ- પિન્ટો તરીકે ઓળખાતી નદી પાસે મળી આવ્યો.
ઉદ્યોગોમાં પ્લેટિનમને Catalyst / ઉદ્દીપક તરીકે વાપરી શકાય તે કેટલાંક
વર્ષ પછી જાણવા મળ્યું કે તરત એ ધાતુનું બજાર ઉપડ્યું. પ્લેટિનમનું વેચાણમૂલ્ય અંતે સોના કરતાં
વધી જવા પામ્યું. ઉદ્વીપક ધાતુનો ગુણધર્મ એ કે
અમુક પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ ન થતી હોય તે ઉદ્દીપક ધાતુની હાજરીમાં આપોઆપ
થવા માંડે, પરંતુ એ ધાતુ પોતે રાસાયણિક પ્રક્રિયામાં કશો ભાગ ન લે.
વાતાવરણનું પ્રદૂષણ ન થાય તે માટે મોટરકારમાં
વપરાતું કેટેલિસ્ટ કન્વર્ટર તેનો દાખલો છે. આ સાધનમાં
રહેલું પ્લેટિનમ મોટરકારે ઉત્સર્જિત કરેલા ધુમાડાનો ઝેરી
કાર્બન મોનોક્સાઇડ / CO ખેંચી તેને પ્રમાણમાં ઓછા
હાનિકારક CO2 / કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવી નાખે છે.
https://www.facebook.com/share/p/AqN1qbUknKA7Ef8d/?mibextid=oFDknk