હસવા દો, મને રડવા દો
માંડ જીવવાની મજા આવી છે મને જીવવા દો...
મીઠાસ ના અનેકો ચહેરા છે કારીગર,
કડવાશ નો ચહેરો એક, મને લ્હાવો લેવા દો...
તોડી મરોડી ને માંડ જીવતા શીખ્યો છું,
એટલામાં હાકલ આવી આને મરવા દો...
હાલત ના હાલરડાં કરી પોઢવાને હું ગયો છું,
તો કોઈ એ કહ્યું આને જાગવા દો...
હસવા દો, મને રડવા દો....
***