૧૭) સાત્વિક, રાજસિક, તામસિક
સર્વને પોત પોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય
છે, આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી
શ્રદ્ધાવાળો થાય છે,તેવી જ તે યોગ્યતાનો કહેવાય છે.
જેઓ સાત્વિક હોય છે, તેઓ દેવોનું પૂજન કરે છે.
જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું પૂજન કરે છે
અને તામસ હોય છે તે ભૂતગણો- પ્રેતોનું પૂજન કરે છે.
આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય,સુખ, રુચિને વધારનારા
રસદાર, ચીકાશવાળા, દેહને પૃષ્ટિ આપનારા, હદયને
પ્રસન્નતા આપેએ આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.
અતિશય કડવા,ખારા, ખાટા, ગરમ, તીખા, રુક્ષ, દાહક
તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર
રાજસોને પ્રિય હોય છે.
કાચુપાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એંઠું તથા
અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.
ફળની કામના ન રાખનાર મનુષ્ય, પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મન થી નિશ્વય કરી જે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.
ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસયજ્ઞ કહેવામાં આવે છે, એમ તું સમજ.
શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે.
ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે.
અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.
ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.
અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય તે અસત્ કહેવાય છે; કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.
ધબકાર...